IPL Final at Narendra Modi Stadium: આજે અમદાવાદના આંગણે દુનિયાના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 7.30 વાગે ફાઇનલ મેચ રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો જામશે. IPL 2023ની શરૂઆત ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે 31 માર્ચે અમદાવાદથી જ થઈ હતી. આજે રમાનારી IPL ની ફાઇનલમાં ભારતીય પૉપ સિંગર કિંગ દર્શકોને મનોરંજન પૂરું પાડશે. અત્યારે જેના પણ મોઢે સાંભળીએ એક જ સવાલ સાંભળવા મળે છેકે, બોસ ફાઈનલની ટિકિટનો કોઈ જુગાડ છે? પૈસાની ચિંતા નથી, સસ્તી ટિકિટો પણ મોં માંગ્યા પૈસા આપીને લેવા માટે લોકો લગાવી રહ્યાં છે ઓળખાણ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, સતત બીજાવર્ષે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે IPL 2023ની ફાઇનલ. ગતવર્ષે IPL માં પહેલીવાર રમતા ગુજરાત ટાઈટન્સ બન્યું હતું ચેમ્પિયન. ગતવર્ષે IPL ટ્રોફી જીત્યા બાદ આ વર્ષે ફરી એકવાર GT પહોંચ્યું છે IPL ની ફાઇનલમાં. કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ સતત બીજીવાર ગુજરાત ટાઈટન્સ ફાઈનલ જીતવા મેદાને ઉતરશે. તો બીજીતરફ ચેન્નઈ સુપરકિંગ્સ 10મી વખત IPL ની ફાઇનલમાં પહોંચ્યું છે.


CSK અત્યાર સુધીમાં 4 વખત IPL માં બની ચૂક્યું છે ચેમ્પિયન, પાંચમીવાર IPL ટ્રોફી જીતવા મેદાને ઉતરશે CSK. IPL 2023ની ફાઇનલ CSK ના 41 વર્ષીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કારકિર્દી માટે છેલ્લી મેચ બની રહે તેવી શક્યતા. જો કે આગામી સીઝનમાં CSK તરફથી રમવું કે IPL થી પણ નિવૃત્ત થવું તે અંગે આગામી 9 મહિનામાં નિર્ણય લેવા અંગે કહી ચુક્યો છે એમ.એસ. ધોની. IPL ટ્રોફી જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા તો ફાઇનલમાં હારનાર ટીમને 13 કરોડ રૂપિયા મળશે. IPL 2023માં ત્રીજા નંબરે રહેલી મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ તો ચોથા નંબરે રહેલી લખનઉ સુપરજાયન્ટસને 6.5 કરોડ રૂપિયા મળશે


ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને 20 લાખ રૂપિયા, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન, ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાને 15 - 15 લાખ રૂપિયા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન, સૌથી વધારે સિક્સર, ગેમ ચેન્જર ઓફ ધ સિઝન માટે 12 - 12 લાખ રૂપિયા મળશે. IPL 2023માં સૌથી વધુ 853 રન ગુજરાત ટાઈટન્સના શુબમન ગિલે ફટકાર્યા છે, સૌથી વધુ 28 વિકેટ પણ ગુજરાત ટાઈટન્સના મોહમદ શમીએ ઝડપી છે.