IPL: આ પાકિસ્તાની પ્લેયરની IPL માં થઈ શકે છે એન્ટ્રી, આગામી સિઝનમાં દેખાઈ શકે છે મેદાનમાં...!
પાકિસ્તાનના અવળચંડા લખણોને કારણે ભારતે તેના સાથે સંબંધો તોડી નાંખ્યા છે. તેથી આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને મોકે આપવામાં આવતો નથી. જોકે, હવે સંજોગ એવા થઈ રહ્યાં છેકે, આઈપીએલની આગામી સિઝનમાં થઈ શકે એક પાકિસ્તાની પ્લેયરની એન્ટ્રી. એની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પાકિસ્તાનના અવળચંડા લખણોને કારણે ભારતે તેના સાથે સંબંધો તોડી નાંખ્યા છે. તેથી આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને મોકે આપવામાં આવતો નથી. જોકે, હવે સંજોગ એવા થઈ રહ્યાં છેકે, આઈપીએલની આગામી સિઝનમાં થઈ શકે એક પાકિસ્તાની પ્લેયરની એન્ટ્રી. એની પાછળનું કારણ પણ જાણવા જેવું છે. BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે.
Anupamaa અને Vanraj આવી રહ્યાં છે એકબીજાની નજીક! સેટ પરથી લીક થયા PICS
IPL માં રમવાનું દરેક ક્રિકેટરનું હોય છે સપનું:
BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે. જોકે પાકિસ્તાન (Pakistan) ખેલાડીઓ આ લીગમાં ભાગ લઇ શકતા નથી. કારણ કે પાકિસ્તાન દ્વારા કરાતા કૃત્યોને લઇને વણસેલા સંબંધોથી BCCI એ તેના ખેલાડીઓ માટે પ્રતિબંધ મુક્યો છે.
Bollywood માં સૌથી વધારે રેપ સીન આપનારી Actress ક્યાં ગાયબ થઈ ગઈ? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
પાકિસ્તાનના આ ખેલાડીની થઈ શકે છે IPL માં એન્ટ્રી:
આ વચ્ચે હવે પાકિસ્તાન ક્રિકેટથી નિવૃત્તી લઇ ચુકેલા પૂર્વ ઝડપી બોલર મહંમદ આમિર (Mohammad Amir) આઇપીએલમાં રમતો નજર આવી શકે છે. વિવાદોને લઇને લગભગ ગત વર્ષ ડિસેમ્બરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાંસ લેનારા આમિર એ બ્રિટીશ નાગરિકતા માટે અરજી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ છોડવા બાદ હવે તે વિદેશી લીગમાં રમી રહ્યો છે. જો તે બ્રિટીશ નાગરીકતા મળી જશે તો, તે આપીએલમાં રમી શકશે.
યુનાઇટેડ કિંગડમમાં રહેવા માટે મંજૂરી મળી:
આમિર એ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મને આ સમયે અનિશ્વિત સમય સુધી યુનાઇટેડ કિંગડમમાં રહેવા માટે મંજૂરી મળી ચુકી છે. હું આ દિવસોમાં પોતાની ક્રિકેટને વધારે આનંદથી રમી રહ્યો છુ અને આવનારા છથી સાત વર્ષ સુધી રમવાનો ઇરાદો છે. મારા બાળકો ઇંગ્લેંડમાં મોટા થઇ રહ્યા છે અને અભ્યાસ પણ અહી જ યુકેમાં કરી રહ્યા છે.
બ્રિટિશ સીટીજનશીપ માટે કર્યો છે પ્રયાસઃ
આવામાં એ વાતને લઇને કોઇ શંકા નથી કે વધારેમાં વધારે સમય હું અહી જ વિતાવીશ. હું કેટલાક અલગ પડકારો અને સંભાવનાઓની શોધમાં છુ. જોવાનુ છે કે, આગળ જ્યારે મને બ્રિટીશ નાગરીકતા મળી જાય છે, તો શુ થાય છે. તેણે નિવૃત્તી વેળા વિડીયો મારફતે આરોપ લગાવ્યો હતો, કે કેટલોક કોચિંગ સ્ટાફ નથી ઇચ્છતો કે, તે ખેલ જારી રાખે. આમિરનું કહેવુ હતું કે તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે, તેને કેટલાક લોકો ટીમમાં નથી રાખવા માંગતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube