IPLની એક ટ્રોફી માટે લડશે 8 ટીમ, જાણો આ વખતે કઈ ટીમ જીતી શકે છે કપ
તમામ ટીમોએ IPL 2021 પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. આ વર્ષે IPL 2 વર્ષ પછી ભારતમાં ફરીથી રમવામાં આવશે. તમામ ટીમોની નજર IPL ટ્રોફીને પોતાના નામે કરવામાં રહેશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ IPLની 14મી સીઝન હવે થોડાક જ દિવસોમાં શરૂ થઈ જશે. આ વર્ષે IPL ભારતના 6 શહેરોમાં 9 એપ્રિલથી રમાશે. તમામ ટીમોએ IPL 2021 પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. આ વર્ષે IPL 2 વર્ષ પછી ભારતમાં ફરીથી રમવામાં આવશે. તમામ ટીમોની નજર IPL ટ્રોફીને પોતાના નામે કરવામાં રહેશે. તો ચાલો જાણીએ IPLની તમામ ટીમની હિસ્ટ્રી વિશે.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલોકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં વર્ષ 2012 અને વર્ષ 2014માં IPLની ટ્રોફી જીતી. જોકે ગત વર્ષે KKR લીગ સ્ટેજથી જ બહાર થઈ ગઈ.
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડયન્સે IPLની ટ્રોફી સૌથી વધુ 5 વખત પોતાના નામે કરી છે. ગત વર્ષે UAEમાં પણ દિલ્લીને હરાવીને મુંબઈને IPLની ટ્રોફી જીતી છે. મુંબઈ ઈન્ડયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019, 2020માં IPLની ટ્રોફી જીતી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ CSKએ વર્ષ 2010, 2011 અને 2018 એમ ત્રણ વખત IPL ખિતાબ જીત્યું છે. પરંતુ છેલ્લુ સીઝન CSK માટે ખુબ જ નિરાશજનક રહ્યું.અને ટીમ પ્લેઓફ સુધી પણ ન પહોંચી. CSK આ વર્ષે શાનદાર પ્રદર્શન કરીને ચોથી વખત IPL ટ્રોફી જીતવાનું ઈચ્છશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદ ગત સિઝનમાં પ્લેઓફ સુધી પહોંચી હતી. પરંતુ દિલ્લીએ પ્લેઓફ 2માં હરાવીને બહાર કરી દીધા હતા. હૈદરાબાદે વર્ષ 2016માં RCBને હરાવીને IPLની ટ્રોફી જીતી હતી
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે વર્ષ 2014માં IPL ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ટીમે પોતાનું નામ બદલીને પંજાબ કિંગ્સ કર્યું છે. કે એલ રાહુલની કપ્તાનીમાં ટીમ આ વર્ષે ટીમ જીતવાના પૂરા પ્રયાસ કરશે.
રાજસ્થાન રોયલ્સ
પહેલી સિઝનમાં IPLનું ખિતાબ જીતનાર રાજસ્થાન રોયલ્સ વર્ષ 2020માં લીગ સ્ટેજથી બહાર થઈ ગઈ. રાજસ્થાને આ વર્ષે IPLમાં બોલી લગાવી હતી. અને ટીમને સંજુ સૈમસન જેવો કપ્તાન પણ મળ્યો.
દિલ્લી કેપિટલ્સ
દિલ્લી કેપિટલ્સે ગત વર્ષે પહેલી વખત IPL ફાઈનલ્સમાં સ્થાન મેળવ્યું. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમ હારી ગઈ. દિલ્લીના નિયમિત કપ્તાન શ્રેયસ ઈયર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા. જે પછી યુવા વિકેટ કીપર ઋષભ પંતને ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો.
રોયલ ચેલેન્જર્સ બૈંગલોર
વિરાટ કોહલીની RCBએ અત્યાર સુધી ત્રણ વખત IPL ફાઈનલમાં પહોંચી છે. આ ટીમમાં વિરાટ સિવાય એ બી ડેવિલિયર્સ જેવા દિગ્ગજ ખેલાડી પણ છે. ગત વર્ષે RCB એલિમિનેટર સુધી પહોંચીને બહાર થઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube