IPL ટીમોની માગણી: UAEમાં 6ની જગ્યાએ 3 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ અને...
આઈપીએલ (IPL 2020) ની ટીમો યુએઈમાં છ દિવસની જગ્યાએ ત્રણ દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ ઈચ્છે છે અને પૂર્વ સૂચના સાથે ટીમ અને કૌટુંબિક ડિનરના આયોજન માટે તેમણે બોર્ડની મંજૂરી પણ માંગી છે. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે આ સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત ભોજનની ડિલિવરીની મંજૂરીની પણ ભલામણ કરી છે. જેના પર આજે સાંજે ટીમ માલિકો અને આઈપીએલ અધિકારીઓની બેઠકમાં વાત રજુ કરાશે.
નવી દિલ્હી: આઈપીએલ (IPL 2020) ની ટીમો યુએઈમાં છ દિવસની જગ્યાએ ત્રણ દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ ઈચ્છે છે અને પૂર્વ સૂચના સાથે ટીમ અને કૌટુંબિક ડિનરના આયોજન માટે તેમણે બોર્ડની મંજૂરી પણ માંગી છે. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે આ સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત ભોજનની ડિલિવરીની મંજૂરીની પણ ભલામણ કરી છે. જેના પર આજે સાંજે ટીમ માલિકો અને આઈપીએલ અધિકારીઓની બેઠકમાં વાત રજુ કરાશે.
બીસીસીઆઈના હાલના એસઓપી મુજબ ખેલાડીઓ અને સહોયોગી સ્ટાફની યુએઈમાં ક્વોરન્ટાઈન દરમિયાન પહેલા, બીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરાશે. ત્યારબાદ જ તેમને અભ્યાસની મંજૂરી અપાશે. ત્યારબાદ પણ 53 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં દરેક પાંચમા દિવસે તપાસ થશે. અધિકારીએ જણાવ્યું કે 'મોટાભાગના ખેલાડીઓએ છ મહિનાથી ક્રિકેટ રમ્યું નથી અને તેઓ વધુમાં વધુ અભ્યાસ કરવા માંગે છે.'
તેમણે કહ્યું કે ચિકિત્સા વિશેષજ્ઞોની સલાહના આધારે શું આપણે ક્વોરન્ટાઈન 6 દિવસની જગ્યાએ 3 દિવસનો કરી શકીએ છીએ. શું ખેલાડીઓને 'બાયો બબલ'માં અભ્યાસમાં મંજૂરી આપી શકાય? બીસીસીઆઈએ ટીમોને 20 ઓગસ્ટ બાદ જ યુએઈ રવાના થવા માટે કહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત કેટલીક ટીમો જલદી જવા માંગતી હતી.
તેમાં એમ પણ કહેવાયું છે કે 'શું ટીમોને 20મીની જગ્યાએ 15મી ઓગસ્ટ બાદ જવાની મંજૂરી આપી શકાય છે જેથી કરીને તેમને અભ્યાસ અને તૈયારી માટે પૂરતો સમય મળી રહે.' બીસીસીઆઈ એસઓપી મુજબ ખેલાડીઓ અને ટીમ માલિકોના પરિવાર આઈપીએલ દરમિયાન જૈવ સુરક્ષિત માહોલમાં રહેશે. ટીમો ઈચ્છે છે કે બીસીસીઆઈ તેની સમીક્ષા કરે.
તેમણે કહ્યું કે હાલના એસઓપી મુજબ જ્યાં સુધી તેઓ બબલનો ભાગ ન બને ત્યાં સુધી તેઓ ટીમો સાથે સંપર્ક કરી શકતા નથી ટીમ માલિક 3 મહિના સુધી બબલમાં નહીં રહી શકે. આથી ચિકિત્સા સલાહના આધારે માલિકો અને પરિવાર સાથે વિશેષ પ્રોટોકોલ બનાવવામાં આવી શકે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube