નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા એક નવો કીર્તિમાન બનાવી શકે છે. રોહિત આઈપીએલમાં 5000 રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બનવાથી માત્ર 10 રન દૂર છે. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ મુકાબલામાં રોહિતની પાસે આ આંકડાને પાર કરવાની તક હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વિરુદ્ધ અબુધાવી (Abu Dhabi)મા 80 રન બનાવી રોહિત આ કીર્તિમાનની નજીક પહોંચી ગયો હતો. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલીએ 179 મેચમાં 5427 રન બનાવ્યા છે. ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાનો નંબર આવે છે. જેણે 193 મેચોમાં 5368 રન બનાવ્યા છે. આ સીઝનમાં તે રમી રહ્યો નથી તેવામાં રોહિતની પાસે કોહલી બાદ બીજા સ્થાને આવવાની તક હશે. 


RCB vs MI Playing XI Predection: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો


રોહિતે આઈપીએલમાં પોતાના કરિયરની શરૂઆત 2008મા ડેક્કન ચાર્જર્સની સાથે કરી હતી. તે પહેલા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો પરંતુ ઓપનિંગ કર્યા બાદ તેનો રેકોર્ડ શાનદાર થઈ ગયો. બુધવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ઈનિંગ દરમિયાન રોહિતે આઈપીએલમાં 200 સિક્સ પૂરી કરી હતી. રોહિત આઈપીએલમાં 200 સિક્સ ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન છે. તેની પહેલા એમએસ ધોનીએ આ લીગમાં 200 છગ્ગા પૂરા કર્યાં હતા. ધોનીએ 193 મેચમાં 212 સિક્સ ફટકારી છે. 


ક્રિસ ગેલ આઈપીએલમાં સિક્સ લગાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં સૌથી આગળ છે, જેણે 125 મેચોમાં 326 સિક્સ ફટકારી છે. ત્યારબાદ એબી ડિવિલિયર્સે 156 મેચોમાં 215 સિક્સ ફટકારી છે. રોહિત આઈપીએલમાં 200 સિક્સ ફટકાનાર ચોથો બેટ્સમેન છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર