નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા સૌથી વધુ ચાર વાર ટાઇટલ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના ખાતામાં ગયા છે. સૌથી ખાસ વાત છે કે ટીમમાં મોટા નામ રહ્યાં હોય કે નહીં પરંતુ હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાનીમાં આ ટીમે દરેક સીઝનમાં દમદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે પણ ટીમ પાસે સારા પ્રદર્શનની આશા રહેશે. મુંબઈની નજર પાંચમાં ટાઇટલ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું રહ્યું છે અત્યાર સુધી આઈપીએલમાં પ્રદર્શન
મુંબઈની ટીમે અત્યાર સુધી 12 સીઝનમાંથી ચાર વખત ટાઇટલ જીત્યા છે, જ્યારે એકવાર રનર્સઅપ રહી છે. આ 5 તક સિવાય બાકી 7 વારમાં ટીમ માત્ર 3 વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. ટીમે 187 મેચ રમીને બીજી કોઈપણ ટીમ કરતા વધુ 107 જીત હાસિલ કરી છે, જ્યારે 78 મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ખાતામાં બે મેચ ટાઈ રહી છે. મુંબઈની જીતની ટકાવારી 57.75 ટકા છે. 


IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશીઓનો દબદબો, 8માંથી 7 ટીમોના કોચ વિદેશી


આ ખેલાડીઓના ખભા પર છે બેટિંગનો દારોમદાર
મુંબઈની બેટિંગનો ભાર સ્પષ્ટ છે કે રોહિત શર્માના ખભા પર રહેશે, જે 188 મેચમાં 4898 રન બનાવીને ઓલટાઇમ બેટ્સમેનોમાં ત્રીજા સ્થાન પર છે. તેના સિવાય ટીનની બેટિંગમાં 50 મેચમાં 1456 રન બનાવના ક્વિન્ટન ડિકોક, 148 મેચમાં  2,755 રન બનાવનાર પોલાર્ડ, 41 મેચમાં 1280 રન બનાવનાર ક્રિસ લિન, 37 મેચમાં 965 રન બનાવનાર ઇશાન કિશન, 81 મેચમાં 1276 રન બનાવનાર સૌરભ તિવારી, 85 મેચમાં 1548 રન બનાવનાર સૂર્ય કુમાર યાદવ, 66 મેચમાં 1068 રન બનાવનાર હાર્દિક પંડ્યા અને 891 રન બનાવનાર ક્રુણાલ પંડ્યા પર ટીમની જવાબદારી રહેશે. 


બોલિંગમાં મલિંગાની ગેરહાજરીની ખોટ પડશે
મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ હંમેશા દમદાર રહી છે. લસિથ મલિંગા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. પરંતુ તે આ સીઝનમાં રમવાનો નથી. જેની ખોટ મુંબઈને પડી શકે છે. મલિંગાની ગેરહાજરીમાં બોલિંગ ડિપાર્ટમેન્ટની મુખ્ય જવાબદારી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર રહેશે. બુમરાહે અત્યાર સુધી આઈપીએલમાં 82 વિકેટ ઝડપી છે. આ સિવાય ટ્રેન્ડ બોલ્ટ, મિચેલ મેક્લેનઘન, નાથન કુલ્ટર નાઇટ, પોલાર્ડ અને પંડ્યા બંધુ પણ જરૂરીયાતના સમયે સારી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. 


રિયા ચક્રવર્તી મામલે જોફ્રા આર્ચરની ભવિષ્યવાણી પડી સાચી! સાત વર્ષ પહેલાનું ટ્વીટ વાયરલ


 11.1 કરોડમાં ખરીદ્યા છે 6 નવા ક્રિકેટર
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ હરાજીમાં આ વર્ષે 11.1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેણે ઓલરાઉન્ડર નાથન કુલ્ટર નાઇલને 8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. તો કોલકત્તાના સ્ટાર ઓપનર રહેલા ક્રિસ લિનને 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય મોહસિન ખાન, દિગ્વિજય દેશમુખ અને બલવંત રાય સિંહને 20-20 લાખમાં ખરીદ્યા છે. ટીમે સૌરભતિવારી માટે 50 લાખ ખર્ચ કર્યાં છે, જ્યારે શેરફેન રધરફોર્ડ, ટ્રેન્ટ બોલ્ટ અને ધવલ કુલકર્ણીને બીજીવાર ખરીદ્યા છે. 


આ છે મુંબઈની ટીમ
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.


મુંબઈ ઈન્ડિયન્સનો સંપૂર્ણ કાર્યક્રમ


  તારીખ મેચ સમય મેદાન
1 19 સપ્ટેમ્બર , 2020, શનિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ  7:30 વાગ્યે અબુ ધાબી
2 23 સપ્ટેમ્બર 2020, બુધવાર કોલકાતા નાઈટ રાઇડર્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ 7:30 વાગ્યે અબુ ધાબી
3 28 સપ્ટેમ્બર 2020, સોમવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ મુંબઇ ઇન્ડિયન્સ  7:30 વાગ્યે દુબઈ
4 1 ઓક્ટોબર  2020, ગુરુવાર કિંગ્સ ઇલેવન પંજાબ વિ મુંબઇ ઇન્ડિયન્સ 7:30 વાગ્યે અબુ ધાબી
5 4 ઓક્ટોબર  2020, રવિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ સન રાઇઝર્સ હૈદરાબાદ  3:30 PM શારજાહ
6 6 ઓક્ટોબર  2020. મંગળવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ 7:30 વાગ્યે અબુ ધાબી
7 11 ઓક્ટોબર  2020, રવિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ  7:30 વાગ્યે અબુ ધાબી
8 16 ઓક્ટોબર  2020, શુક્રવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ  7:30 વાગ્યે અબુ ધાબી
9 18 ઓક્ટોબર  2020, રવિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ 7:30 વાગ્યે દુબઈ
10 23 ઓક્ટોબર 2020, શુક્રવાર ચેન્નઈ સુપર કિંગ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ  7:30 વાગ્યે શારજાહ
11 25 ઓક્ટોબર  2020, રવિવાર રાજસ્થાન રોયલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ  7:30 વાગ્યે અબુ ધાબી
12 28 ઓક્ટોબર  2020, બુધવાર મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  7:30 વાગ્યે અબુ ધાબી
13 31 ઓક્ટોબર 2020. શનિવાર દિલ્હી કેપિટલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ  3:30 PM દુબઈ
14 3 નવેમ્બર 2020, મંગળવાર સન રાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન્સ 7:30 વાગ્યે શારજાહ

વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર