Irfan Pathan on MS Dhoni: ભારતમાં સૌથી સફળ કેપ્ટનોમાં જેણી ગણતરી થાય છે તેવા મહેન્દ્રસિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા હોય, પરંતુ તેમના પ્રશંસકો ઓછા થયા નથી. તેઓ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગની કેપ્ટનશિપ સંભાળે છે. ધોનીએ પોતાના કરિયરમાં ઘણા ખેલાડીઓને મોકા આપ્યા પરંતુ અમુક લોકો છે જે આજે પણ ઈરફાન પઠાણ જેવા સ્ટારના કરિયર ખતમ કરવા માટે તેને જવાબદાર માને છે. આ તમામ વાતો વચ્ચે ઈરફાને આવી  જ એક ટ્વીટ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપિલ દેવ સાથે થવા લાગી હતી તુલના
ઈરફાન પઠાણ એક સમયે ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક માનવામાં આવે છે. તેની સ્વિંગ અને પેસની વાતો આજે પણ થાય છે, એટલું જ નહીં તે બેટથી પણ શાનદાર પ્રદર્શન કરે છે. એટલું જ નહીં, ઈરફાન પઠાણની તુલના કપિલ દેવ સાથે થવા લાગી હતી. જોકે, બાદમાં તે ટીમમાંથી એવી રીતે બહાર થયો કે ફરીથી ક્યારેય સ્થાન મેળવી શક્યો નહીં. વડોદરા માટે ઘરેલૂ ક્રિકેટ રમનાર ઈરફાન પઠાણે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કહી દીધું છે અને તે હાલ લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમી રહ્યા છે. ઈરફાનનું કરિયર લગભગ 9 વર્ષનું રહ્યું. તે દરમિયાન ઈરફાને ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું.


ધોની-પઠાણને લઈને ટ્વીટ વાયરલ
એક પ્રશંસકે હાલમાં પઠાણને લઈને ટ્વીટ કર્યું. જેમાં લખ્યું હતું, જ્યારે પણ હું આ લીગમાં ઈરફાન પઠાણને જોવું છું, હું એમએસ અને તેમના મેનેજમેન્ટની નિંદા કરું છું. ભરોસો થઈ રહ્યો નથી કે ઈરફાને માત્ર 29 વર્ષની ઉંમરમાં સીમિત ઓવરના ફોર્મેટમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. તે યોગ્ય નહોતી. સાતમા નંબર માટે કોઈ પણ ટીમ ઈરફાન પઠાણને લેવા માંગશે, પરંતુ ભારતે રવીન્દ્ર જાડેજા, એટલે સુધી કે બિન્ની (સ્ટુઅર્ટ)ને તેમના ઉપર જઈને મોકો આપ્યો હતો. 


ઈરફાનને રાખી પોતાના મનની વાત
જ્યારે ઈરફાન પઠાણની નજર આ ટ્વીટ પર પડી ત્યારે તેમને પોતાના મનની વાત લખી હતી. પઠાણે ટ્વીટનો રિપ્લાયમાં લખ્યું કે, કોઈને પણ તેના માટે જવાબદાર ના ઠેરવો. તમારા પ્રેમ માટે આભાર. પઠાણે આ રીતે ઘણા પ્રશંસકોના દિલ જીતી લીધા.


2003માં કર્યું હતું ડેબ્યૂ
ઈરફાન પઠાણના કરિયરની વાત કરીએ તો તેમણે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. ટેસ્ટમાં તેમણે એક સદી અને 6 અડધી સદી ફટકારી અને કુલ 1105 રન બનાવ્યા. જ્યારે વનડેમાં પાંચ અડધી સદીની મદદથી કુલ 1544 રન બનાવ્યા. ટેસ્ટમાં તેમણે 100 અને વનડેમાં કુલ 173 વિકેટ ઝડપી છે. ટી20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે 172 રન બનાવ્યા અને કુલ 28 વિકેટ લીધી છે. ઈરફાને ટેસ્ટ મારફતે ડિસેમ્બર 2003માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.