IPL 2024: આઈપીએલ 2024ની સીઝન ચાલુ છે અને રોમાંચ અત્યારથી જ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે. 11મી એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મેચ રમાઈ જે મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પરફોર્મસન્સથી જીતી લીધી. ટોસ જીતીને હાર્દિકે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ટીમમાં જે પરિવર્તન જોવા મળ્યું તે ઊડીને આંખે વળગ્યું. હાર્દિકે ફરીથી આ ખેલાડીને ટીમમાં જગ્યા ન આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યાએ રોહિત શર્માના નીકટ ગણાતા ખેલાડીને પ્લેઈંગ 11માં તક આપી નહીં. જેના કારણે ક્રિકેટ સમર્થકો એવું પણ કહેતા સાંભળવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા જાણી જોઈને આ ખેલાડીના કરિયરને સમાપ્ત કરવા માંગે છે અને જુવાનીમાં જ તે નિવૃત્તિ લઈ લે તે માટે મજબૂર કરવા માંગે છે. પણ શું આ વાતમાં તથ્ય છે ખરા?


ન અપાઈ તક
વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પણ જ્યારે મેચ રમાઈ તો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરેલા પિયુષ ચાવલાને આ વખતે તક ન અપાઈ. તેની જગ્યાએ શ્રેયસ ગોપાલને સામેલ કરાયો. અહીં વાત કરીશું ઓલરાઉન્ડર અર્જૂન તેંડુલકરની. અર્જૂનને આઈપીએલ 2024ની સીઝનમાં આ મેચમાં પણ પ્લેઈંગ 11માં તક મળી નહીં. 


હજુ સુધી નથી રમાડ્યો
અર્જૂન તેંડુલકર આઈપીએલ ક્રિકેટમાં વર્ષ 2021થી જ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. પરંતુ વર્ષ 2023માં તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક અપાઈ હતી પરંતુ આઈપીએલ 2024ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી મેચમાં પણ હાર્દિક પંડ્યાએ અર્જૂન તેંડુલકરને તક આપી નહીં. એટલે કે મુંબઈ અત્યાર સુધીમાં આ સીઝનની પાંચ મેચ રમી પણ એકેય મેચમાં અર્જૂનને તક ન મળી. 


રોહિત શર્માની નજીક?
અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે અર્જૂન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સની અંદર બનેલા જૂથમાં રોહિત શર્મા સાથે છે. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અર્જૂન તેંડુલકરને આઈપીએલ 2024 સીઝનમાં રમવાની તક આપતો નથી. તેની જગ્યાએ લાંબા સમયથી આઈપીએલમાં ન રમનારા શ્રેયસ ગોપાલ જેવા બોલરને ટીમમાં તક આપે છે. 


ગઈ કાલે બેંગ્લુરુ વિરુદધ જે મેચ રમાઈ  તેમાં પ્લેઈંગ 11માં રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોબમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રતિ બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ મધવાલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ સામેલ હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube