IND VS ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે Cheteshwar Pujara ની કારકિર્દીનો The END? રિટાયરમેન્ટ લેવા ઉઠી માંગ
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના રોહિત અને કેએલ રાહુલ દ્વારા શાનદાર શરૂઆત આપવામાં આવી હતી
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના રોહિત અને કેએલ રાહુલ દ્વારા શાનદાર શરૂઆત આપવામાં આવી હતી અને રોહિત શર્માએ 83 રનની મજબૂત ઇનિંગ રમી હતી. ત્યારે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) પાસે પણ કંઈક આવા જ પ્રદર્શનની અપેક્ષા કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર તેણે નિરાશ કર્યા અને ફ્લોપ સાબિત થયો.
ફરી ફ્લોપ થયો પૂજારા
રોહિત અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 126 રનની ઐતિહાસિક ભાગીદારી કરી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડી પૂજારાની (Cheteshwar Pujara) એન્ટ્રી થઈ. તે સમયે ટીમ કોઈ દબાણ હેઠળ નહોતી અને તેની પાસે પોતાને સાબિત કરવાની મોટી તક હતી, પરંતુ ચેતેશ્વર પૂજારા નિષ્ફળ રહ્યો હતો. પુજારા માત્ર 9 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના (James Anderson) હાથે કેચ આઉટ થયો હતો.
આ પણ વાંચો:- IND VS ENG: બીજી ટેસ્ટના પહેલા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં
નાગ પંચમી પર આજે ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર આવી શકે છે આપત્તિ
આ જાતિ અંગે પાકિસ્તાની PM ઇમરાન ખાને આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો
Arbaaz Khan ની ગર્લફ્રેન્ડની તસવીર થઈ વાયરલ, ન દેખાવાનું દેખાઈ ગયું એક ક્લિકમાં
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube