IND VS ENG: બીજી ટેસ્ટના પહેલા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં 

પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 90 ઓવરમાં 276 રન કરી લીધા છે

IND VS ENG: બીજી ટેસ્ટના પહેલા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં 

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આજે ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપી. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 90 ઓવરમાં 276 રન કરી લીધા છે

ભારતનો પહેલો દાવ
ભારત તરફથી બેટિંગની શરૂઆત રોહિત શર્મા અને કેએલ રાહુલે કરી. પહેલી વિકેટ માટે 126 રનની શાનદાર ઐતિહાસિક ભાગીદારી કરી. રોહિત શર્મા જો કે સદીથી ચૂકી ગયો અને તેણે 145  બોલમાં 83 રન કર્યા. પૂજારા ફરીથી એકવાર ફ્લોપ સાબિત થયો. માત્ર 9 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ કેએલ રાહુલે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો. એટલું જ નહીં રાહુલે લોર્ડ્સના મેદાન પર સદી પણ ઠોકી. 267 રનના સ્કોર પર રોબિન્સને વિરાટ કોહલીની વિકેટ લીધી. કોહલીએ 193 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 42 રન કર્યા. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 90 ઓવરમાં 276 રન કરી લીધા છે. કે એલ રાહુલ 127 અને અજિંક્ય રહાણે 22 બોલમાં 1 રન સાથે અણનમ છે. 

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો
ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલે બેટિંગની શરૂઆત કરી. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન- રોરી  બર્ન્સ, ડોમિનિક સિબલી, હસીબ હમીદ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર (વિકેટકિપર), મોઈન અલી, સેમ કુરેન, ઓલી રોબિન્સન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news