જનક સુતરિયા/અમદાવાદ : હાર્દિક પંડ્યા પોતાની લાઈફ સ્ટાઈલ અને વિવાદોની વચ્ચે હવે ટી-ટ્વેન્ટીનો બેતાજ બાદશાહ બની રહ્યો છે. ભારતમાં ધોની પછી હાર્દિક ભારતનો ફિનિશર સાબિત થઈ રહ્યો છે. એક પછી એક મેચમાં હાર્દિક પોતાની બોલીંગની સાથે સાથે શાનદાર રીતે બેટીંગ કરીને મેચને જીતાડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND Vs AUS: ચહલે પણ બુમરાહની કરી બરોબરી, ટી-20માં આ સિદ્ધિ મેળવી


આઈપીએલમાં પણ ધૂમ મચાવી 
હાર્દિક પંડ્યાએ મુંબઈને જીતાડવામાં પણ મોટી ભુમિકા ભજવી હતી. ઘણી એવી મેચ હતી જેમાં તેને મુંબઈને એકલપંડે મેચને જીતાડીને મુંબઈને આઈપીએલનો બાદશાહ બનાવવામાં મોટી ભુમિકા ભજવી હતી.


જેહાન દારૂવાલાએ રચ્યો ઈતિહાસ, F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઇવર બન્યો


ધોનીની જગ્યા લઈ લીધી હાર્દિકે 
ઓસ્ટ્રેલિયામાં વન-ડે સીરીઝમાં ભારતની હાર થઈ હોય પરંતુ હાર્દિકે શાનદાર રીતે બેટ અને બોલથી પ્રદર્શન કર્યું, અને ત્યાર પછી તો ટી-20માં તો વાત જ ક્યાં કરવી. જ્યારે જ્યારેટીમ ઈન્ડિયાને મેચમાં જીતની જરૂર પડી અને લી ,રોહિત,શિખર બધા જ આઉટ થઈ ગયા છે. હવે ધોની પણ આપણી પાસે નથી..ત્યારે હવે ધોનીનું સ્થાન હાર્દિકે લઈ લીધું છે.એ હકિકત છે.


Aus vs Ind: સતત 10મી ટી-20 જીત પર બોલ્યો કોહલી, રોહિત-બુમરાહ વગર સિરીઝ જીતવી મોટી વાત


બરોડાના ઈરફાન -યુસુફ બાદ હવે હાર્દિક-કૃણાલની ધૂમ 
બરોડાના ઈરફાન અને યુસુફની એક સમયે ધુમ મચતી હતી. એજ રીતે આ બન્ને ખેલાડીઓ આઈપીએલમાં ધુમ મચાવી રહ્યા છે. હાલાકી હાર્દિકને હવે ટેસ્ટ ટીમમાં સમાવેશ કરીને ટેસ્ટમાં પણ રમાડવાની વાતો થઈ રહી છે. તો કૃણાલ માત્ર આઈપીએલમાં ધુમ મચાવી રહ્યો છે. પરંતુ બન્ને ભાઈઓ પણ ચર્ચામાં રહે છે.


AUSvsIND T20: સિડનીમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ


હાર્દિકની લાઈફસ્ટાઈ 
ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે ખુશીઓ આવી છે, તેઓ હવે પિતા બની ચૂક્યા છે. તેમની મંગેતર નતાશા સ્ટૈનકોવિચે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube