નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શૂટર અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વિશ્વકપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીએ શનિવારે ફાઇનલમાં 252.9 પોઈન્ટ મેળવ્યા જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. આ સાથે તે અંજલી ભાગવત બાદ મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની ગઈ છે.  
આ ચંદેલાનો વિશ્વકપમાં ત્રીજો મેડલ છે. તેણે આ પહેલા 2015માં ચૈંગવોનમાં યોજાયેલા આઈએસએસએફ વિશ્વકપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં તેણે રવિ કુમારની સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે અને અંજુમ મોદગિલે 2020 ટોક્ટો ઓલમ્પિક માટે શૂટિંગની ટિકિટ મેળવી હતી. તેમાં તે ક્રમશઃ ચોથા અને બીજા સ્થાને રહી હતી. તોઈપણ ઈવેન્ટમાં વધુમાં વધુ બે ઓલમ્પિક ટિકિટ હાસિલ કરી શકાય છે. ભારતે આ ઈવેન્ટમાં પોતાની બંન્ને ટિકિટ હાસિલ કરી લીધી છે. પરંતુ ઓલમ્પિકમાં ભારતની પાસે કોઈ અન્ય શૂટરને મોકલવાની તક હશે. 



India vs Australia: ક્યારે અને ક્યાં જોશો પ્રથમ T-20 મેચ
 


આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે ચોથા સ્થાને રહી હતી. તેણે 629.3 પોઈન્ટ મેળવ્યા હતા. સિંગાપુરની હો જી યી (629.5) અને ચીનની જૂ યિંગઝી (630.8) અને જાઓ રૂઝૂ (638.0) પ્રથમ સ્થાને રહી હતી. રૂઝૂએ ક્વોલિફિકેશનમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રાઉન્ડમાંથી કુલ 8 શૂટરો ફાઇનલમાં પહોંચ્યા હતા. 


આ ઈવેન્ટમાં અન્ય ભારતીય શૂટર મોદગિલ અને એલવેનિલ વલારિયન ક્રમશઃ 12માં અને 30માં સ્થાને રહ્યાં હતા.