Tokyo Olympics: એલેન થોમસનને 100 મી. ઇવેન્ટમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ, બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ
મહિલાઓની 100 મીટર દોડમાં જમૈકાની એથ્લીટે રેકોર્ડ બનાવી દીધો છે. આ ઇવેન્ટની સૌથી મહત્વની વાત રહી કે ત્રણેય મેડલ જમૈકન એથ્લીટોના નામે રહ્યાં છે.
ટોક્યોઃ જમૈકાની એલેન થોમસને (Elaine thompson) મહિલાઓની 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. તેણે 10.61 સેકેન્ડમાં રેસ પૂરી કરી, જે ઓલિમ્પિક રેકોર્ડ પણ છે. રસપ્રદ વાત તે રહી કે આ ઇવેન્ટના ત્રણેય મેડલ જમૈકન એથ્લીટના નામે રહ્યાં છે.
જમૈકાની એન ફેસર પ્રાઇસે 10.74 સેકેન્ડની સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે, જ્યારે શેરિકા જૈક્સને 10.76 સેકેન્ડની સાથે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે.
ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube