Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ભારતીય મહિલા ટીમ જ્યાં આજે ગ્રેટ બ્રિટનની જીતની દુવાઓ કરી રહી હતી તો રવિવારે મેન્ટ ટીમ ગ્રેટ બ્રિટનને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી મેડલની દાવેદારી મજબૂત કરવા ઈચ્છશે.
Trending Photos
ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે કમાલ કરી દીધો છે. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમવાર મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. શનિવારે ભારતની સામે બે પડકાર હતા. પહેલા તો કરો યા મરો મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવવાનું હતું અને પછી આશા રાખવાની હતી કે ગ્રેટ બ્રિટન આયર્લેન્ડને હરાવે. લગભગ સવા સો કરોડ ભારતીયોની પ્રાર્થનાઓ કામ કરી ગઈ. હવે ક્વાર્ટર ફાઇનલમાં રાની રામપાલની ટીમના ટક્કર મજબૂત ઓસ્ટ્રેલિયા સામે થશે.
સ્ટ્રાઇકર વંદના કટારિયાના ઐતિહાસિક ત્રણ ગોલની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 4-3થી પરાજય આપ્યો હતો. વંદનાએ ચોથી, 17મી અને 49મી મિનિટે ગોલ કર્યો હતો. તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ત્રણ ગોલ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. નેહા ગોયલે 32મી મિનિટે એક ગોલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ટેરિન ગ્લસ્બી (15મી), કેપ્ટન એરિન હન્ટર (30મો) અને મેરિઝેન મરાઇસ (39મી મિનિટે) ગોલ કર્યો હતો.
ગ્રેટ બ્રિટનની જીતથી મળી રાહત
ભારતે ગ્રુપમાં પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ અંતિમ બે મેચોમાં જીત મેળવી, તેનાથી ભારત ગ્રુપ એમાં ચોથા સ્થાને આવી ગયું, પરંતુ ગ્રુપ-એના અંતિમ લીગ મેચમાં જો ગ્રેટ બ્રિટન આયર્લેન્ડને હરાવે અથવા મેચ ડ્રો રહે તો ભારતને ફાયદો થાત. થયું પણ એવું. ગ્રેટ બ્રિટને આયર્લેન્ડને 2-0થી હરાવી ભારતીય ટીમને પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધી છે. આ સાથે આયર્લેન્ડની ટોક્યોમાં સફર ખતમ થઈ ગઈ છે. દરેક પુલની ટોપ ચાર ટીમો નોકઆઉટ રાઉન્ડમાં રમશે.
આ પણ વાંચોઃ Tokyo Olympics: ક્વાર્ટર ફાઇનલમાં હારી ભારતની બોક્સર પૂજા રાની, ઓલિમ્પિકમાં અભિયાન સમાપ્ત
અમે જીતવા માટે આવ્યા હતા
ભારતીય મહિલા હોકી ટીમના કોચ મારિને કહ્યુ- પ્રદર્શનમાં સાતત્યતા જરૂરી છે. ટીમ જો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે તો સ્થિતિ અલગ હશે. ગઈકાલે અને આજે અમે સારૂ પ્રદર્શન કર્યું છે. સતત બે મેચ રમવી સરળ હોતી નથી. અમે જીતવા માટે આવ્યા હતા. ક્વાર્ટર ફાઇનલથી નવી શરૂઆત થાય છે. ત્યાં અલગ પ્રકારની રમત હોય છે. સારી વાત છે કે અમારા માટે અંતિમ બે મેચ નોટકાઉટ જેવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે