મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે સનરાઇઝર્સ સામે મુકાબલા દરમિયાન એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી20 ક્રિકેટમાં જસપ્રીત બુમરાહે 250 વિકેટ પૂરી કરી લીધી છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આઈપીએલ-2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચમાં બુમરાહે એક વિકેટ ઝડપી હતી. આ તેની ટી20 ક્રિકેટમાં 250મી વિકેટ હતી. જસપ્રીત બુમરાહે વોશિંગટન સુંદરને બોલ્ડ કરી ટી20 ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 250 પર પહોંચાડ્યો હતો. 


ભારતના સ્ટાર બોલર બુમરાહે અત્યાર સુધી 206 ટી20 મેચ રમી છે, જેમાં તેના નામે 250 વિકેટ છે. બુમરાહે આ ટી20 મેચ મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત અને ભારત માટે રમી છે. 


આ પણ વાંચોઃ IND vs SA: ભારત સામે ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી  


ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
જસપ્રીત બુમરાહ- 250 વિકેટ
ભુવનેશ્વર કુમાર- 223 વિકેટ
જયદેવ ઉનડકટ- 201 વિકેટ
વિનય કુમાર- 194 વિકેટ
ઇરફાન પઠાણ- 173 વિકેટ


જસપ્રીત બુમરાહે પોતાની 250મી વિકેટ પૂરી કરી ત્યારે ગ્રાઉન્ડ પર તેની પત્ની અને ટીવી પ્રેઝેન્ટર સંજના ગણેશન પણ હાજર હતી. ટીવી સ્ક્રીન પર તેનું રિએક્શન પણ દેખાડવામાં આવ્યું હતું. જસપ્રીત બુમરાહે આ સીઝનમાં કુલ 13 મેચમાં 12 વિકેટ ઝડપી છે અને તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં એક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV