શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડીની વાપસી
અખિલ ભારતીય પસંદગી સમિતિએ શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.
મુંબઈઃ શ્રીલંકા વિરુદ્ધ (IND vs SL) ટી20 અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે સોમવારે ભારતીય પસંદગીકારોએ ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.
જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝમાં રમશે. બુમરાહને કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું, જેના કારણે તે ક્રિકેટથી દૂર હતો.
મહત્વનું છે કે ભારત 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વનડે મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે. શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી.
શ્રીલંકા સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, સંજુ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, વોશિંગટન સુંદર.