નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 4 મેચોની રોમાંચક બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો છેલ્લો મુકાબલો 9 માર્ચ ગુરૂવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા એન્ડ કંપની આ સમયે સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદ ટેસ્ટ ખુબ મહત્વની રહેવાની છે. પરંતુ ચોથી ટેસ્ટ શરૂ થતાં પહેલાં ભારતીય ટીમના ચાહકો માટે ખુબ મોટો ઝટકોલાગ્યો છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી છ મહિના સુધી મેદાન પર જોવા મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો નથી તે વાત બધા જાણે છે. ઈજાના કારણે તે એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ 2022નો પણ ભાગ બની શક્યો નહોતો. આ એપિસોડમાં હવે બુમરાહ આગામી 6 મહિના સુધી પણ મેદાનમાં ઉતરી શકશે નહીં.


આ પણ વાંચોઃ છેલ્લા બે વર્ષમાં હોમ ગ્રાઉન્ડ પર અશ્વિને બનાવ્યા વિરાટ કોહલી કરતા વધુ રન


હકીકતમાં બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી સાજા થવા માટે સર્જરી કરાવવા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેર ગયો છે. જ્યાંથી માહિતી મળી છે કે બુમરાહની સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને તે ઠીક છે. નોંધનીય છે કે તેની સર્જરી જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. રોવન સ્કાઉટને કરી છે. પરંતુ સૂત્ર અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આગામી છ મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં, જેના કારણે બુમરાહના ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપ 2023માં ભાગ લેવા પર હવે સવાલ ઉઠી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Shocking! એક એવો ડર...જેના કારણે મેચ પહેલા માઈક ટાઈસને બાંધવો પડતો હતો શારીરિક સંબંધ


શાનદાર રહ્યું છે આંતરરાષ્ટ્રીય કરિયર
29 વર્ષીય જસપ્રિત બુમરાહે અત્યાર સુધી ભારત માટે 30 ટેસ્ટ, 72 ODI અને 60 T20I રમી છે, જેમાં તેણે અનુક્રમે 128, 121 અને 70 વિકેટ લીધી છે. આ સિવાય IPL વિશે વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરતા જસ્સીએ આઈપીએલમાં કુલ 120 મેચ રમી છે જેમાં તેણે 7.39ની ઈકોનોમીથી બોલિંગ કરીને 145 વિકેટ ઝડપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube