Shocking! એક એવો ડર...જેના કારણે મેચ પહેલા માઈક ટાઈસને બાંધવો પડતો હતો શારીરિક સંબંધ
લેજેન્ડરી બોક્સર માઈક ટાઈસન બોક્સિંગ રિંગમાં પોતાની આક્રમકતા, આક્રોશ અને પાગલપણા માટે જાણીતા છે. હાલ માઈક ટાઈસનની ઉંમર 56 વર્ષ છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. ટાઈસનની આટલી આક્રમકતા અંગે તાજેતરમાં એક નવો ખુલાસો થયો હતો.
Trending Photos
લેજેન્ડરી બોક્સર માઈક ટાઈસન બોક્સિંગ રિંગમાં પોતાની આક્રમકતા, આક્રોશ અને પાગલપણા માટે જાણીતા છે. હાલ માઈક ટાઈસનની ઉંમર 56 વર્ષ છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. પોતાના વિરોધીઓના કાન કરડી ચૂક્યા છે અને આ ઉપરાંત દુનિયાના સૌથી મહાન ગણાતા બોક્સર મોહમ્મદ અલી પણ એ વાત કહી ચૂક્યા છે કે માઈક ટાઈસન તેમને બોક્સિંગ રિંગમાં હરાવી શકે તેમ હતા. ટાઈસનની આટલી આક્રમકતા અંગે તાજેતરમાં એક નવો ખુલાસો થયો હતો.
ટાઈસનના પૂર્વ ડ્રાઈવર રૂડી ગોન્ઝાલેઝનું કહેવું છે કે ટાઈસનની અંદર એટલી ઉર્જા ભરેલી રહેતી હતી કે તેમણે પોતાની બોક્સિંગ મેચ પહેલા સેક્સ કરવું પડતું હતું. ટાઈસનને ડર હતો કે તેઓ બોક્સિંગ રિંગમાં પોતાના વિરોધીઓને ક્યાંક મારી ન નાખે.
'એક ટ્રેનની જેમ હતા ટાઈસન, સામેવાળાને કચડી નાખતા હતા'
બ્રિટિશ અખબાર ધ સન સાથે વાતચીતમાં ગોન્ઝાલેઝે કહ્યું કે માઈક ટાઈસનનું એક ખાસ સિક્રેટ એ છે કે તેમણે પોતાની ફાઈટ પહેલા સેક્સ કરવું પડે છે. ડ્રાઈવર હોવા ઉપરાંત મારું કામ એ પણ હતું કે મારે બોક્સિંગ ગેમ પહેલા તેમના માટે એક એવી મહિલા શોધવી પડતી હતી જે ટાઈસન સાથે સંબંધ બનાવવા તૈયાર થાય. ટાઈસન કહેતા હતા કે જો મે આમ ન કર્યું તો હું મારા વિરોધીને મારી નાખીશ. પોતાના સેક્સ સેશન બાદ માઈક થોડા શાંત થતા હતા અને તેઓ હંમેશા કહેતા હતા કે ચલો આજે મારો વિરોધી મરતા બચી જશે. સાચું કહું તો ટાઈસન એક રેલગાડી જેવા હતા જે સામે આવનારા કોઈ પણ વ્યક્તિને ખતમ કરવા માટે તૈયાર રહેતા હતા.
55 વર્ષના ટાઈસનનું ડિફેન્સ શાનદાર હતું. પરંતુ તેના કરતા પણ વધુ ખતરનાક તેમનું આક્રમણ હતું. તેઓ પોતાની શરૂઆતની કરિયરના સમયમાં કેટલાક રાઉન્ડમાં જ પોતાના વિરોધીઓને પછાડી નાખતા હતા. ટાઈસનનો એવો ભારે દબદબો હતો કે તેમણે 20 વર્ષની ઉંમરે જ પોતાનો પહેલો વિશ્વ ચેમ્પિયનશીપ બેલ્ટ જીતી લીધો હતો.
પુત્રી અને કોચની ખુબ નજીક હતા ટાઈસન
ટાઈસન પોતાના કોચ કસ ડિએમેટોની ખુબ નજીક હતા. તેઓ તેમને પોતાના રોલ મોડલ અને પિતા જેવા સમજતા હતા. જો કે વર્ષ 1985માં ડિએમેટોનું મોત થઈ ગયું. ટાઈસન આજ સુધી આ મોતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. ટાઈસન પુત્રીના મોતથી પણ લાંબા સમય સુધી આઘાતમાં રહ્યા હતા. જો કે તેમણે ક્યારેય પોતાની જાતને નબળી પડવા દીધી નહતી અને પોતાની લાગણીઓને પોતાની તાકાત બનાવી દીધી. ટાઈસન હવે પહેલા કરતા ઘણા શાંત થઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે