IND vs AUS T20I: જસપ્રીત બુમરાહ પૂરી કરી વિકેટોની અડધી સદી
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ પહેલા ટી20 મેચમાં 3 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની વિકેટોની અડધી સદી પૂરી કરી હતી.
નવી દિલ્હીઃ 126 રનના નાના લક્ષ્યને ઓસ્ટ્રેલિયા માટે ખુબ મુશ્કેલ બનાવનાર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ટી20માં એક સિદ્ધિ હાસિલ કરી છે. વિશાખાપટ્ટનમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બે મેચોની ટી20 સિરીઝના પહેલા મેચમાં તેણે 4 ઓવરમાં 16 રન આપતા 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય ટી20 કરિયરમાં વિકેટોની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ આ મેચમાં ભારતનો 3 વિકેટે પરાજય થયો હતો.
તે આ સિદ્ધિ મેળવનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે, જ્યારે ઓવરઓલ બીજો છે. તેનાથી પહેલા દિગ્ગજ સ્પિનર આર. અશ્વિને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિનના નામે 46 આંતરરાષ્ટ્રીય મેચોમાં 52 વિકેટ નોંધાયેલી છે, જ્યારે બુમરાહના ખાતામાં 51 વિકેટ થઈ ગઈ છે. બુમરાહે આ મેચ 41 મેચ લીધી છે.
બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં પોતાનો પ્રથમ શિકાર કેપ્ટન એરોન ફિન્ચ (0)ને બનાવ્યો હતો. ત્યારબાદ તેણે પીટર હૈંડ્સકોમ્બ (13)ને ધોનીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ તેની 50મી વિકેટ રહી હતી. ત્યારબાદ તેણે નાથન કુલ્ટર નાઇલ (4)ને આઉટ કર્યો હતો.
18 વર્ષ પહેલા આજના દિવસે ક્રિકેટ જગતે ગુમાવ્યા હતા 'ડોન'
આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી વધુ વિકેટ ઝડપવાની વાત કરીએ તો તે પાકિસ્તાનના શાહિદ અફરીદીના નામે છે. અફરીદીએ (પાકિસ્તાન અને આઈસીસી માટે)ના નામે 99 મેચોમાં 98 વિકેટ છે. જ્યારે બીજા સ્થાને મલિંગા છે. મલિંગાના નામે 70 મેચોમાં 94 વિકેટ છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબના નામે 72 મેચોમાં 88 વિકેટ છે.