બેંગલુરૂઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શ્રીલંકા વિરુદ્ધ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ધારદાર બોલિંગ કરી છે. જસપ્રીત બુમરાહે પિંક બોલ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી અને આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રેવડી સદી પૂરી કરી લીધી છે. બુમરાહ આ સિદ્ધિ મેળવનાર 12મો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસપ્રીત બુમરાહે બેંગલુરૂમાં રમાઈ રહેલી ડે-નાઇટ ટેસ્ટ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 295 વિકેટ ઝડપી હતી. તો શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં તેણે 10 ઓવરમાં 24 રન આપી 5 વિકેટ ઝડપી અને પોતાના વિકેટની સંખ્યા 300 પર પહોંચાડી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહે 120, વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 113 અને 67 વિકેટ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ઝડપી છે.  


આ પણ વાંચોઃ IPL 2022: આઈપીએલમાં આ ત્રણ ટીમો પાસે છે વિસ્ફોટક ઓપનર્સ, વિરોધી ટીમને લાગશે ડર


બુમરાહે કરિયરમાં 5મી વાર ઝડપી પાંચ વિકેટ
બુમરાહે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી આઠમી વાર પાંચ કે તેનાથી વધુ વિકેટ ઝડપી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે-બે જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક વખત પાંચ વિકેટ ઝડપી છે. બુમરાહે 29મી ટેસ્ટમાં આઠમી વખત પાંચ વિકેટ મેળવવાની સિદ્ધિ મેળવી છે. શ્રીલંકા વિરુદ્ધ આ કોઈ ભારતીય ફાસ્ટ બોલરોનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં ઈશાંત શર્માએ 2015માં કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ 54 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 


અમદાવાદમાં જન્મેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2016માં ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને ત્યારબાદ તે સતત ટીમ તરફથી રમી રહ્યો છે. ફોર્મને કારણે બુમરાહ ક્યારેય ટીમમાંથી બહાર થયો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube