IPL 2022: આઈપીએલમાં આ ત્રણ ટીમો પાસે છે વિસ્ફોટક ઓપનર્સ, વિરોધી ટીમને લાગશે ડર

મેગા ઓક્શન બાદ 3 આઈપીએલ ટીમોની પાસે સૌથી ખતરનાક ઓપનિંગ જોડી બની ગઈ છે. આ બંનેની પાસે એવા ખેલાડી છે, જેને સાંભળીને વિરોધી ટીમને ડર લાગશે.
 

IPL 2022: આઈપીએલમાં આ ત્રણ ટીમો પાસે છે વિસ્ફોટક ઓપનર્સ, વિરોધી ટીમને લાગશે ડર

નવી દિલ્હીઃ આઈપીએલમાં ભારતને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. ભારતમાં ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે. તેથી તમામ ફેન્ચ આઈપીએલ 2022ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 26 માર્ચ 2022થી આઈપીએલની શરૂઆત થઈ રહી છે. પહેલાથી તમામ ટીમોએ આ મેગા આઈપીએલ માટે પોતાની તૈયાર કરી લીધી છે. આઈપીએલ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. તો ઘણા સ્ટાર ખેલાડીને કોઈ ખરીદદાર મળ્યા નહીં. મેગા ઓક્શન બાદ 3 ટીમો પાસે વિસ્ફોટક ઓપનિંગ જોડી બની ગઈ છે. આ ટીમોની પાસે એવા પ્લેયર્સ છે, જેનું નામ સાંભળીને વિરોધી ટીમોમાં ડર પેદા થાય છે. 

1. લખનઉને મળી સુપરસ્ટાર ઓપનિંગ જોડી
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ આ વખતે આઈપીએલમાં પ્રથમવાર સામેલ થઈ છે. આઈપીએલ મેગા ઓક્શનમાં તેની સાથે કેટલાક શાનદાર પ્લેયર્સ જોડાયા છે. લખનઉએ સાઉથ આફ્રિકાના સ્ટાર ઓપનર ક્વિન્ટન ડિકોકને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ડિકોક વિસ્ફોટક પ્લેયર છે અને પોતાના દમ પર લખનઉ ટીમને મેચ જીતાડી શકે છે. તો બીજી તરફ તેની સાથે કેએલ રાહુલ ઓપનિંગ કરશે. જે ટીમનો કેપ્ટન પણ છે. રાહુલ આઈપીએલની છેલ્લી કેટલીક સીઝનથી દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. હવે ડિકોક અને રાહુલની જોડી આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર છે. 

2. ચેન્નઈએ તૈયાર કર્યો મજબૂત આધાર
પાછલી સીઝનમાં ફાફ ડુપ્લેસિસે ઓપનિંગ કરતા ચેન્નઈને ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ વખતે ફાફ ચેન્નઈ સાથે નથી. તેના સ્થાને ચેન્નઈએ ન્યૂઝીલેન્ડનના ડેવોન કોનવેને પોતાની સાથે જોડ્યો છે. એટલે કે આ સીઝનમાં ડેવોન કોનવે રુતુરાજ ગાયકવાડની સાથે ઓપનિંગ કરશે. રુતુરાજ પાછલી સીઝનમાં ઓરેન્જ કેપ હોલ્ડર હતો. તેણે સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ચેન્નઈ માટે 16 મેચમાં 636 રન બનાવ્યા હતા. હવે ધોનીની ટીમમાં રુતુરાજની સાથે કોનવે ઓપનિંગ કરશે. આ બંને ઓપનર વિરોધી ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

3. દિલ્હીને મળ્યા દમદાર ઓપનર
આઈપીએલ મેગા ઓક્શન 2022માં દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. વોર્નર આઈપીએલના સૌથી સફળ બેટરોમાંથી એક છે. તે પોતાની લયમાં હોય તો બોલરોને ધ્વસ્ત કરી શકે છે. દિલ્હીની પાસે પહેલાથી પૃથ્વી શો હાજર છે. તે પણ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. એટલે કે આઈપીએલ 2022માં પૃથ્વી શો સાથે ડેવિડ વોર્નર ઈનિંગની શરૂઆત કરશે. આ બંને ટીમને પાવરપ્લેમાં આક્રમક શરૂઆત અપાવી શકે છે. એટલે કે આઈપીએલની નવી સીઝનમાં આ બંને ખેલાડી વિરોધી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news