IND vs AUS: જસપ્રીત બુમરાહે કર્યો ઉમેશનો બચાવ, કહ્યું- જરૂરી નથી અંતિમ ઓવરમાં જીત અપાવે
કાંગારૂ વિરુદ્ધ સિરીઝનો પ્રથમ ટી20 ગુમાવ્યા બાદ ઉમેશ યાદવ ફેન્સના નિશાના પર આવી ગયો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટી20 ગુમાવ્યા બાદ ઉમેશ યાદવ ફેન્સના નિશાના પર આવી ગયો છે. જસપ્રીત બુમરાહે આલોચનાઓથી ઘેરાટેલા સાથી ફાસ્ટ બોલરનો બચાવ કર્યો છે. બુમરાહે કહ્યું કે, ઘણા દિવસ એવા પણ હોય છે, જ્યારે અંતિમ ઓવરમાં બોલિંગની રણનીતિ કામ કરતી નથી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20ની અંતિમ ઓવરમાં ઉમેશ યાદવ 14 રન બનાવી ન શક્યો. તો બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને બે રન આપીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. જેથી ઉમેશે અંતિમ ઓવરમાં 14 રનનો બચાવ કરીને ઓસ્ટ્રેલિયાને 127 રનના લક્ષ્ય સુધી પહોંચવા રોકવાનું હતું.
IND vs AUS T20I: જસપ્રીત બુમરાહ પૂરી કરી વિકેટોની અડધી સદી
બુમરાહે કહ્યું કે, ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની પાસે તે વાતનો ફાયદો હતો કે તેને શું કરવાનું છે, કારણ કે તેની સામે લક્ષ્ય હતો. જ્યારે ભારતીય ટીમે ઈનિંગને સ્પર્ધાત્મક સ્કોર બનાવવામાં લાગી હતી.
તેણે કહ્યું, જ્યારે તમારી સામે લક્ષ્ય હોય છે, તો થોડું અલગ હોય છે. આ નાનો લક્ષ્ય હતો, તેથી એક બાઉન્ડ્રી લગાવ્યા બાદ તમારે જોખમ ઉઠાવવાની જરૂર ન હતી. પરંતુ પહેલા બેટિંગ કરતા અમે પડકારજનક સ્કોર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, ત્યારે થોડું અલગ હતું. તે બાઉન્ડ્રી લગાવ્યા બાદ સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યાં હતા.