હાલના સમયમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર, જ્યારે વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટ્સમેનઃ ગ્લેન મેક્ગ્રા
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેક્ગ્રાએ ભારતના જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને વર્તમાન સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર, જ્યારે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા છે.
દાવોસઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેક્ગ્રાએ ભારતના જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને વર્તમાન સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર, જ્યારે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યા છે. મેક્ગ્રાએ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન વિશેષ કાર્યક્રમમાં વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ બોલર અને બેટ્સમેન પૂછવા પર આ જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું, 'બુમરાહ એક ખાસ પ્રકારનો બોલર છે. તેનું કોઈ ફાસ્ટ બોલરની જેમ લાંબુ રન-અપ નથી, પરંતુ તે સારી ગતિ સાથે બોલિંગ કરે છે. તેનું પોતાના બોલ પર અવિશ્વસનીય નિયંત્રણ છે અને તેનું વલણ સકારાત્મક છે.' રબાડા વિશે તેમણે કહ્યું, 'દક્ષિણ આફ્રિકાનો રબાડા શાનદાર બોલર છે. હું તેનો મોટો ફેન છું. હું આ યાદીમાં ઓસ્ટ્રેલિયન બોલરોને રાખી રહ્યો નથી કારણ કે મારૂ માનવું છે કે તે બધા શાનદાર છે.'
બેટ્સમેનોમાં મેક્ગ્રાએ સ્મિથ અને કોહલીને ટોપ પર રાખ્યા. તેમણે કહ્યું, 'સ્મિથ થોડો અલગ છે. તે સામાન્ય બેટ્સમેનોની જેમ નથી પરંતુ તેના હાથ અને આંખોનું સમન્વય ગજબનું છે. ટેકનિકલી તે પુસ્તકોમાં વર્ણિત બેટ્સમેનોની જેમ નથી પરંતુ જે રીતે તે બેટિંગ કરે છે કે શાનદાર છે.'
પદ્મ એવોર્ડ ન મળવાથી નિરાશ વિનેશ ફોગાટ, પૂછ્યું- કોણ નક્કી કરે છે કે કોને પુરસ્કાર મળશે?
મેક્ગ્રાએ કહ્યું, 'બીજીતરફ કોહલી છે. તે બેજોડ ખેલાડી છે અને ટેકનિકની દ્રષ્ટિએ પણ યોગ્ય છે. ભારતીય કેપ્ટનના રૂપમાં તે થોડો અસામાન્ય અને ખુબ આક્રમક છે પરંતુ તે શાનદાર ખેલાડી છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube