નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે રમી રહ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સને તેની ખોટ પડી રહી છે. કારણ કે આ સીઝનમાં ટીમની સમસ્યા બોલિંગ રહી છે. બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ ઈન્ડિયન્સનો નંબર-1 બોલર રહ્યો છે. બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી અનેકવાર મેચમાં ટીમની વાપસી કરાવી જીત અપાવી છે. પોતાની શાનદાર બોલિંગને કારણે બુમરાહ ભારતનો મુખ્ય બોલર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ ઈજાને કારણે તે છેલ્લા એક વર્ષમાં બહુ ઓછો સમય મેદાન પર ઉતર્યો છે. આશા કરવામાં આવી રહી છે કે બુમરાહ આ વર્ષે રમાનાર વનડે વિશ્વકપ પહેલા ફિટ થઈ જશે. આ વચ્ચે બુમરાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે કઈ રીતે તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે. તેનો આ વીડિયો યુવરાજ સિંહ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટનો છે. 


બુમરાહે આ વીડિયોમાં કહ્યું- લોકોને લાગે છે, ઘણા લોકો મને બોલે છે કે હું ટીમ ઈન્ડિયામાં આઈપીએલથી આવ્યો છું પરંતુ આ મિથ છે. હું 2013માં આઈપીએલમાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી મને આઈપીએલમાં ક્યારેક બે, ક્યારેક ચાર અને 10 મેચ રમવાની તક મળી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube