ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખોલ્યા રાઝ, વિરાટ કોહલીએ ક્ચારે લીધો હતો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય?
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને વનડેના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે જણાવ્યુ કે, વિરાટ કોહલીના રાજીનામાની જાણકારી પહેલા ટીમના સભ્યોને ક્યારે મળી હતી.
પાર્લઃ દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના (Team India) વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવારે ખુલાસો કર્યો કે વિરાટ કોહલી (Virat Kohli) એ કેપ્ટનશિપ છોડવાના પોતાના નિર્ણય વિશે કેપટાઉન ટેસ્ટ બાદ એક મીટિંગમાં ટીમને આ વાત જણાવી હતી.
જ્યારે ટીમને મળી રાજીનામાની જાણકારી
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ કહ્યુ- એક ટીમના રૂપમાં તેની ખુબ નજીક રહ્યાં છીએ. તેણે એક મીટિંગમાં અમને કહ્યુ કે, તે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દેશે. તેણે એક ટીમના રૂપમાં તેની જાણકારી આપી. અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેની લીડરશિપને ખુબ મહત્વ આપીએ છીએ.
કોહલી હંમેશા ગ્રુપ લીડર રહેશે
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યુ- અમે તેને એક ટીમના રૂપમાં ટેસ્ટમાં તેના યોગદાન માટે શુભેચ્છા આપી અને ભવિષ્યની શુભેચ્છાઓ આપી. આ વાતચીત તેની સાથે થઈ હતી. બુમરાહે આગળ કહ્યુ કે, પૂર્વ કેપ્ટન કોહલી હંમેશા ગ્રુપમાં લીડર રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube