World Cup: જસપ્રીત બુમરાહે કહ્યું, સ્લો થતી જાય છે વિકેટ
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું માનીએ તો આઈસીસી વિશ્વ કપ-2019મા આવનારો સમય બોલરો અને બેટ્સમેનો માટે મુશ્કેલીભર્યો રહેાનો છે કારણ કે વિકેટ ઘણી ધીમી થતી જાય છે.
માનચેસ્ટરઃ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પ્રમાણે આઈસીસી વિશ્વ કપ-2019મા આવનારો સમય બેટ્સમેનો અને બોલરો માટે મુશ્કેલભર્યો થવાનો છે, કારણ કે વિકેટ ઝડપથી ફાસ્ટમાંથી સ્લો થઈ રહી છે.
એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે વિશ્વ કપમાં બેટ્સમેનોની બોલબાલા રહેશે પરંતુ અત્યાર સુધીમના મુકાબલામાં તે સાબિત થઈ શક્યું નથી. તેવામાં જ્યારે બુમરાહે તે કહી દીધું કે, આવનારા સમયમાં વિકેટ ધીમી થઈ જશે તો પ્રતિસ્પર્ધા વધુ રોમાંચક થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માને છે કે ટૂર્નામેન્ટની શરૂઆતની તુલનામાં હવે વિકેટ ધણી ધીમી થઈ ગઈ છે અને રન બનાવવા સરળ રહી ગયા નથી. બુમરાહે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે અંતિમ લીગ મેચ વિશે કહ્યું કે, તે વિકેટ એટલી ધીમી ન થઈ, જેટલું ભારતીય થિંક ટેંક વિચારી રહ્યું હતું.
બુમરાહે કહ્યું, કોઈપણ દિવસે કોઈપણ બેટ્સમેન રન બનાવી શકે છે. તે માટે બેટ્સમેનને શ્રેય આપવો જોઈએ પરંતુ કુલ મળીને વાત તે છે કે વિકેટ ધીમી થઈ ગઈ છે. બુમરાહે કહ્યું કે, ભારતીય બોલિંગ એટેક ધીમી પિચ પર પણ પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે.
World Cup 2019: સેમિફાઇનલ પહેલા કોહલીની પત્રકાર પરિષદ, ધોનીને લઈને કરી આ વાત
બુમરાહે કહ્યું, 'દરેક કોઈ જવાબદારી લઈ રહ્યું છે અને પોતાના સ્તર પર ભરપૂર પ્રયત્ન કરી રહ્યાં છે. અમને ખુશી છે કે દરેક પોતાનું યોગદાન આપી રહ્યાં છે. શમી, હાર્દિક પંડ્યા અને ત્યાં સુધી કે મેં પણ વિકેટ ઝડપી છે. આ સકારાત્મક ચિન્હ છે. આ સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે અને તેનાથી અમને સેમિફાઇનલ જેવા મહત્વના મુકાબલા દરમિયાન ફાયદો મળશે.'
ભારતીય ટીમે 9 જુલાઈએ માનચેસ્ટરમં ન્યૂઝીલેન્ડ સાથે સેમિફાઇનલ રમવાની છે. ભારતીય ટીમ સંપૂર્ણ રીતે ફિટ છે.