World Cup 2019: સેમિફાઇનલ પહેલા કોહલીની પત્રકાર પરિષદ, ધોનીને લઈને કરી આ વાત
આઈસીસી વિશ્વ કપ 2019નો પ્રથમ સેમિફાઇનલ મુકાબલો 9 જુલાઈએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે જેમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે.
Trending Photos
માનચેસ્ટરઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત યજમાનીમાં રમાઇ રહેલા આઈસીસી વિશ્વ કપ 2019 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલ 9 જુલાઈએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મુકાબલા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત કરી હતી.
આ દરમિયાન વિરાટ કોહલીએ સેમિફાઇનલ મેચ સાથે જોડાયેલા ઘણા સવાલોનો જવાબ આપ્યા હતા. આ સિવાય જ્યારે કોહલીને પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે ધોની વિશે તમે કોઈને પૂછશો તો ખાસ વાત સાંભળવા મળશે. વિશેષ રૂપથી જેણે તેની આગેવાનીમાં રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ આટલું કરે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે જે પણ કર્યું છે અમે તેના આભારી છીએ.'
કોહલીએ આગળ કહ્યું, 'મારા મનમાં તેના (ધોની) માટે આદર હંમેશા સૌથી વધુ હશે. ધોની તમને ખુદ નિર્ણય લેવા માટે સ્પેસ આપે છે. પરંતુ જો હું તેને કંઇ પૂછુ તો તે હંમેશા તૈયાર રહે છે. તેની સાથે રમીને ખુશ છું.'
ઉલ્લેખનીય છે કે આ વિશ્વ કપમાં ભારત ટાઇટલ જીતવાથી માત્ર 2 ડગલા દૂર છે. પહેલા સેમિફાઇનલમાં જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડનો આમને-સામનો થશે. તો બીજી સેમિફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતની સફર શાનદાર રહી છે. લીગ સ્ટેજમાં ભારતે 7 મેચમાં જીત મેળવી હતી. બીજીતરફ ન્યૂઝીલેન્ડ નેટ રન રેટના આધાર પર પાકિસ્તાનને પછાડીને સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે