નવી દિલ્હીઃ Indian Premier League 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનમાં, કોણ ઉપલબ્ધ રહેશે અને કોણ નહીં તે અંગે લોકોમાં ઘણો ઉત્સાહ છે. આઈપીએલની 16મી સિઝન 31 માર્ચથી 28 મે દરમિયાન યોજાવાની છે. IPL 2023 પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક મોટો મેચ વિનર ખેલાડી આ લીગમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે આ ખેલાડી IPL 2023માં રમતા જોવા નહીં મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2023 માંથી બહાર થયો આ ખેલાડી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત છે. ઈજાને કારણે તે ટી20 વિશ્વકપ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ રમી શક્યો નહીં. હવે તે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વનડે સિરીઝમાં પણ રમશે નહીં. ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે બુમરાહ આઈપીએલમાંથી પણ બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને પીઠની સર્જરી કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યા બાદ તે IPL 2023માં રમી શકશે નહીં. બુમરાહ હજુ સુધી પીઠની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી જેણે તેને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધો હતો. તે 7 જૂનથી ઓવલ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ શકે છે.


આ પણ વાંચોઃ કોણ છે સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી? કેમ આવી ચર્ચામાં


સપ્ટેમ્બર 2022માં રમી હતી છેલ્લી મેચ
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ સપ્ટેમ્બર 2022માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝ બાદ કોઈ મેચ રમી નથી. તે બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. હવે તે સ્પષ્ટ થઈ ગયું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચો માટે તેના નામ પર વિચાર કરવામાં આવ્યો નહીં, કારણ કે તેને હજુ એનસીએમાંથી મંજૂરી મળી નથી. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપને ધ્યાનમાં રાખતા એનસીએ અને બુમરાહના સમન્વયમાં બીસીસીઆઈ દ્વારા જલદી આગામી પગલા પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ ઈન્દોર મેચમાં કોહલી કરશે ટ્રિપલ સેન્ચુરી! બધાએ કહ્યું જરૂર થશે આ 'વિરાટ' રેકોર્ડ


ટીમ ઈન્ડિયાનું મોટું હથિયાર છે બુમરાહ
જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 30 ટેસ્ટ મેચ, 72 વનડે અને 60 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 128 વિકેટ, વનડેમાં 121 વિકેટ અને ટી20 મેચમાં 70 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બોલર છે. બુમરાહ જુલાઈ 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરનો સામનો કરી રહ્યો છે. આ ઈજાને કારણે લાંબા સમયથી ટીમમાંથી પણ બહાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube