નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના જીવનમાં નવી ઈનિંગની શરૂઆત કરી છે. ટીવી એન્કર સંજના ગણેશને મોટા-મોટા બેટ્સમેનોને આઉટ કરનાર આ બોલરને ક્લીન બોલ્ડ કરી દીધો છે. બુમરાહ અને સંજન ગણેશન અને જસપ્રીત બુમહાર લગ્નના બંધમાં બંધાય ગયા છે. 


વિશ્વના સૌથી શાનદાર ફાસ્ટ બોલરોમાંથી એક બુમરાહ હવે બેચલર રહ્યો નથી. તે હવે મેરિડ મેન બની ચુક્યો છે. બુમરાહે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચાડી છે. તેમાં બુમરાહ અને સંજના ગુલાબી કલરના પોશાકમાં જોવા મળી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube