નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે કેટલાક સમય માટે બહાર થઈ ગયો હતો. તે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની આગામી સિરીઝમાં જોવા મળશે નહીં, જે 3 નવેમ્બરથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 વર્ષીય બુમરાહ સંપૂર્ણ રીતે ફિટનેસ હાસિલ કરી શક્યો નથી, પરંતુ ટીમમાં ફરીવાર તે ધારની સાથે વાપસી માટે આકરી મહેનત કરી રહ્યો છે. મંગળવારે જસપ્રીત બુમરાહે તસવીર શેર કરી છે. 'જલ્દી આવી રહ્યું છે.' આ કેપ્શનની સાથે તેણે પ્રશંસકોને પોતાની વાપસી વિશે જણાવ્યું છે. 


ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ


ભરત અરૂણે તે પણ કહ્યું કે, બુમરાહ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે તૈયાર છે, જે આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. અરૂણને આશા છે કે  બુમરાહ ટૂંક સમયમાં વાપસી કરશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ અમારો આગામી મોટો પડકાર હશે.