World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક બોલર ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં તબાહી મચાવી શકે છે. તમને જણાવી દઈએ કે 20 વર્ષ બાદ ફરી એકવાર ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ભારત સામે કુલ 8 મેચ જીતી છે. આ સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે કુલ 5 મેચ જીતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિવોર્સી મહિલા સાથે પ્રેમ કરી બેઠા આ ભારતીય ખેલાડીઓ, 1 તો વર્લ્ડકપમાં સામેલ
જીવા ધોનીની નવી તસવીરો સામે આવી, મમ્મી સાક્ષી અને પાપા માહી સાથે ક્યાં માણી રહ્યા છે રજાઓ?


જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાના ખતરનાક બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ જેવા ખતરનાક બેટ્સમેનોથી સજ્જ છે. જો જસપ્રીત બુમરાહ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને તહસ નહસ કરી નાખશે તો ટીમ ઈન્ડિયાનું અડધું કામ આસાન થઈ જશે.


વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં અમદાવાદની ફ્લાઈટનું ભાડું 1.24 લાખ, દિલ્હીથી 26 હજાર
2-4 સીડીઓ ચઢતાં જ શ્વાસ લેવામાં થાય છે તકલીફ, બનશો આ મોટી બીમારીનો શિકાર


પલભરમાં પલટાઈ શકે છે આખી મેચ
જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં ખળભળાટ મચાવી શકે છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. જસપ્રીત બુમરાહમાં 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની પ્રતિભા છે. જસપ્રીત બુમરાહ બોલિંગ દરમિયાન મહત્વની ક્ષણોમાં વિકેટ પણ લઈ શકે છે.


ઓસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રનમાં ઓલઆઉટ; વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં આ આગાહી ભૂકંપ લાવી
ODI World Cup 2023: ભારત કે ઓસ્ટ્રેલિયા, કોણ જીતશે ટ્રોફી, જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી


જસપ્રીત બુમરાહ ખતરનાક યોર્કર મારવામાં માહેર 
જસપ્રીત બુમરાહ પ્રારંભિક અને અંતમાં ઓવરોમાં ખૂબ જ ઘાતક ઝડપી બોલર છે. જસપ્રીત બુમરાહ ખતરનાક યોર્કર મારવામાં માહેર છે. આ તાકાતના કારણે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. જસપ્રીત બુમરાહે ભારત માટે 88 ODI મેચોમાં 23.58ની શાનદાર બોલિંગ એવરેજથી 147 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહે ODI ક્રિકેટમાં બે વખત 5 વિકેટ ઝડપી છે.


12 વર્ષથી અમદાવાદમાં એક પણ વન ડે નથી હાર્યું ભારત, ઓસ્ટ્રેલિયાને પડાવશે પરસેવો
અમદાવાદની પીચ બની કોયડો, વર્લ્ડકપ ફાઇનલમાં શું ખેલ કરશે, ટીમ ઇન્ડીયા રમશે મોટો દાવ