ઓસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રનમાં ઓલઆઉટ; વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં આ આગાહી ભૂકંપ લાવી

World Cup 2023 Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલાં કાંગારૂ ઓલરાઉન્ડર મિશેલ માર્શના જૂના નિવેદને ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રનમાં ઓલઆઉટ; વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં આ આગાહી ભૂકંપ લાવી

India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા કાંગારૂ ઓલરાઉન્ડર મિશેલ માર્શના જૂના નિવેદને ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.  20 વર્ષ બાદ ભારત ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ અચાનક પોતાના એક જૂના નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે.

કાંગારૂ ઓલરાઉન્ડર મિશેલ માર્શે આ વર્ષે IPL 2023 દરમિયાન દિલ્હી કેપિટલ્સના પોડકાસ્ટમાં મોટી ભવિષ્યવાણી કરી હતી. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચની આગાહી કરતી વખતે મિશેલ માર્શે ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્કોરકાર્ડ વિશે કહ્યું હતું, 'ઓસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રનમાં ઓલઆઉટ...' મિશેલ માર્શનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિશેલ માર્શે કહ્યું, 'વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા અજેય રહેશે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા 2 વિકેટના નુકસાન પર 450 રન બનાવશે અને ટીમ ઈન્ડિયાને માત્ર 65 રનમાં ઓલઆઉટ કરીને ટ્રોફી પોતાના નામે કરી લેશે.

ભારતે લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ 2023માં ભારતને હરાવવું આસાન નહીં હોય. તમને જણાવી દઈએ કે 2023 વર્લ્ડ કપમાં ચેન્નાઈમાં રમાયેલી લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ભારત સામે કુલ 8 મેચ જીતી છે. આ સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે કુલ 5 મેચ જીતી છે. ભારતે 1983માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી હતી. ત્યારે કપિલ દેવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ કાંગારૂ ટીમને 118 રનથી હરાવ્યું હતું. 

ભારતે 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં 56 રનથી જીત મેળવી હતી. 2011ના વર્લ્ડ કપમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. 2019ના વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું. 2023ના વર્લ્ડ કપમાં ચેન્નાઈમાં રમાયેલી લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતની નજર 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઇટલ જીતવા પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news