ICC Meeting: જય શાહની આઈસીસી કમિટીમાં એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાઝાને ઝટકો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ હવે મહિલાઓનો અન્ડર-19 ટી20 વિશ્વકપનું આયોજન કરી રહ્યું છે. સાઉથ આફ્રિકા આઈસીસી મહિલા અન્ડર-19 ટી20 વિશ્વકપ 2023ની યજમાની કરશે.
દુબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં મહત્વની જવાબદારી મળી છે. જય શાહની આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટીમાં મેમ્બર બોર્ડ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રવિવારે આઈસીસીની ત્રિમાસિક બેઠકમાં આ વાતની જાહેરાત કરવામાં આવી છે.
મેન્સ ક્રિકેટ કમિટીમાં સામેલ સભ્ય
માહેલા જયવર્ધને- પૂર્વ ખેલાડી પ્રતિનિધિ (ફરી નિમણૂક)
ગૈરી સ્ટીડ- રાષ્ટ્રીય ટીમના કોચ પ્રતિનિધિ
જય શાહ- મેમ્બર બોર્ડ પ્રતિનિધિ
જોએલ વિલ્સન- આઈસીસી એલીટ પેનલ અમ્પાયર
જેમી કોક્સ- એમસીસી પ્રતિનિધિ
આ પણ વાંચોઃ ઇમરાન ખાનની ખુરશી જતાં જ પાક ક્રિકેટમાં હલચલ, રમીઝ રાજા છોડી શકે છે ચેરમેનનું પદ
ટી20 વિશ્વકપને લઈને નિર્ણય લેવાયો
આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2024 માટે 12 ટીમોને સીધો પ્રવેશ આપવામાં આવશે. 2022 ટી20 વિશ્વકપના આયોજનથી ટોપ આઠ ટીમ, યજમાન દેશો (વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએ) સિવાય ટી20 રેન્કિંગમાં આગામી સર્વોચ્ચ રેન્કવાળી ટીમો તેમાં સામેલ થશે. જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ-8માં સમાપ્ત થાય છે તો રેન્કિંગના આધાર પર ત્રણ ટીમ આગળ વધશે.
બાકી આઠ ટીમોનો નિર્ણય રિઝનલ ક્વોલિફિકેશન પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપથી બે-બે ટીમો અને અમેરિકા તથા ઈએપીથી એક-એક ટીમ સામેલ થશે. આ સિવાય આઈપીપી મહિલા ટી20 વિશ્વકપ 2024 માટે પણ ક્વોલિફિકેશન પ્રક્રિયા પર સહમતિ બની છે.
રમીઝ રાજાનો પ્રસ્તાવ રદ્દ
તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા દ્વારા ચાર દેશો (ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વચ્ચે ટૂર્નામેન્ટ કરાવવાના પ્રસ્તાવને આઈસીસીએ સર્વસંમત્તિથી નકારી દીધો છે.
આ પણ વાંચોઃ IPL 2022: સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવી જીતી દિલ્હી, કુલદીપ-ખલીલની શાનદાર બોલિંગ
હવે મહિલાઓનો અન્ડર-19 ટી20 વિશ્વકપ
આઈસીસી હવે મહિલાઓ માટે અન્ડર-19 ટી20 વિશ્વકપનું આયોજન કરી રહ્યું છે. સાઉથ આફ્રિકા આઈસીસી ટી20 વિશ્વકપ 2023ની યજમાની કરશે. આગામી વર્ષે જાન્યુઆરીમાં આ ટૂર્નામેન્ટ શરૂ થશે, જેમાં 16 ટીમો વચ્ચે 41 મેચ રમાશે.
આઈસીસી મહિલા ચેમ્પિયનશિપને 10 ટીમો સુધી વિસ્તારિત કરવાના હાલના નિર્ણય બાદ હવે આઈસીસી કેટલાક એસોસિએશન દેશોને મહિલા ઓડીઆઈ સ્ટેટ્સ આપશે, તાજા રેન્કિંગના આધાર પર ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ માટે પ્રવેશ મળી શકે. આઈસીસી બોર્ડને અફઘાનિસ્તાન વર્કિંગ ગ્રુપ તરફથી એક અપડેટ પ્રાપ્ત થયું જેણે મીરવાઇસ અશરફને બોર્ડમાં એસીબીના પ્રતિનિધિના રૂપમાં નિમણૂક કરવાની વિનંતી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube