Saurashtra vs Delhi Ranji Trophy 2022: ભારતીય ટીમમાં 12 વર્ષ બાદ વાપસી કરનારા જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીમાં જબરદસ્ત કમાલ કર્યો છે. તે સૌરાષ્ટ્રની ટીમનો કેપ્ટન છે. તેણે દિલ્હી વિરુદ્ધ પોતાની ધારદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે અને હેટ્રિક લઈને ઈતિહાસ રચી નાખ્યો. ઉનડકટ શાનદાર ફોર્મમાં છે. તેના કારણે જ દિલ્હીની ટીમ બેકફૂટ પર પહોંચી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનડકટે લીધી હેટ્રિક
રણજી ટ્રોફીની મેચમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ દિલ્હીના કેપ્ટન યશ ધુલે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો. જો કે આ નિર્ણય ખોટો સાબિત થયો. ઉનડકટે પહેલી જ ઓવરમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચી નાખ્યો. તે રણજી ટ્રોફીની કોઈ પણ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનાર પહેલો બોલર છે. જયદેવ ઉનડકટે પહેલી ઓવરના ત્રીજા બોલ પર ધ્રુવ શૌરેને આઉટ કર્યો. ત્યારબાદ વૈભવ રાવલ તેનો શિકાર થયો અને દિલ્હીના કેપ્ટન યશ ધુલને તેણે પાંચમા બોલ પર પેવેલિયન ભેગો કર્યો. ઉનડકટ અહીં જ ન રોકાયો તેણે બીજી ઓવરમાં પણ બે વિકેટ ઝડપી. આ વખતે જોન્ટી સિદ્ધુ અને લલિત યાદવ તેનો ભોગ બન્યા. 


Rishabh Pant Health Update: અકસ્માત બાદ હવે કેવી છે ઋષભ પંતની તબિયત?


દ્રવિડની વિદાય બાદ આ દિગ્ગજ બનશે ટીમ ઇન્ડીયાનો નવો કોચ! સામે આવ્યું મોટું અપડેટ


ટીમ ઈન્ડિયાને મળશે સૂર્યકુમાર યાદવ જેવો દમદાર હિટર, લાંબા છગ્ગા મારવામાં પાવરધો છે


મેચની 9 ઓવરમાં અત્યાર સુધીમાં ઉનડકટે 29 રન આપીને 6 વિકેટ મેળવી છે. જ્યારે દિલ્હીની ટીમ 108 રન પર 8 વિકેટ ગુમાવીને હાલ સંકટમાં જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે જયદેવ ઉનડકટે હાલમાં જ બાંગ્લાદેશના પ્રવાસે 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમી હતી. તેણે ભારત માટે 7 વનડે મેચમાં 8 વિકેટ અને 10 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 14 વિકેટ લીધી છે. જ્યારે 2 ટેસ્ટ મેચમાં 3 વિકેટ તેના નામ પર છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube