ટીમ ઈન્ડિયાને મળશે સૂર્યકુમાર યાદવ જેવો દમદાર હિટર, લાંબા-લાંબા છગ્ગા મારવામાં પાવરધો છે

રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર  હાલ રણજી ટ્રોફીમાં પોતાનો દમ દેખાડતો જોવા મળી રહ્યો છે.ઈનિંગને જોઈને લોકો આ ખેલાડીની અંદર સૂર્યકુમાર યાદવ જેવો ઉત્કૃષ્ટ બેટર જોઈ રહ્યા છે. આ ખેલાડીએ હૈદરાબાદના બોલર્સની એવી ખબર લીધી કે જેને સરળતાથી ભૂલવું મુશ્કેલ છે.

ટીમ ઈન્ડિયાને મળશે સૂર્યકુમાર યાદવ જેવો દમદાર હિટર, લાંબા-લાંબા છગ્ગા મારવામાં પાવરધો છે

રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર રિયાન પરાગ હાલ રણજી ટ્રોફીમાં પોતાનો દમ દેખાડતો જોવા મળી રહ્યો છે. આ ખેલાડીએ હૈદરાબાદના બોલર્સની એવી ખબર લીધી કે જેને સરળતાથી ભૂલવું મુશ્કેલ છે. રિયાન પરાગે આસામની બીજી ઈનિંગ દરમિયાન 38 બોલમાં 78 રનની જબરદસ્ત ઈનિંગ રમી અને આ ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા. ઈનિંગને જોઈને લોકો આ ખેલાડીની અંદર સૂર્યકુમાર યાદવ જેવો ઉત્કૃષ્ટ બેટર જોઈ રહ્યા છે. 

બેટિંગ સાથે બોલિંગમાં પણ દમ
પહેલી ઈનિંગમાં સારી બોલિંગ કરી અને 48 રન આપીને 4 વિકેટ ઝડપી. પહેલી ઈનિંગમાં તો તેનો બેટિંગમાં બહુ કમાલ જોવા મળ્યો નહીં તે 10 રન કરીને આઉટ થઈ ગયો. પરંતુ આસામ માટે બીજી ઈનિંગમાં તેણે દમદાર બેટિંગ કરી અને 28 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી તાબડતોડ 78 રન કર્યા. તેની આ ઈનિંગની મદદથી બીજી ઈનિંગમાં 252 રન થયા. મેચમાં 8 વિકેટ પણ લીધી છે. જેના કારણે તે પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી પણ નવાજવામાં આવ્યો. 

રણજી ટ્રોફી 2022-23માં સૌથી વધુ છગ્ગા
અત્રે જણાવવાનું કે વિજય હજારે ટ્રોફીમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જ્યારે તેણે રણજી ટ્રોફીમાં પણ જલવો કાયમ રાખ્યો છે. ખેલાડીએ અત્યાર સુધીમાં રણજી ટ્રોફીમાં 13 વિકેટની સાથે ત્રણ 4 વિકેટ હોલ પણ લઈ ચૂક્યો છે. રણજી ટ્રોફીમાં અત્યાર સુધીમાં 14 છગ્ગા લગાવીને તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી પણ બની ચૂક્યો છે. ટી20માં તેનો સ્ટ્રાઈક રેટ 133 રનનો છે જો આ જ રીતે તે બેટિંગ કરતો રહ્યો તો જલદી ટીમ ઈન્ડિયામાં પણ જોવા મળી શકે છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news