નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેમાંથી કોઈ એક ટીમ પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચશે. ફાઇનલમાં જો રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની પાસે વ્યક્તિગત રૂપે પણ ઈતિહાસ રચવાની તક છે. બંન્ને ખેલાડી આ મેચમાં સચિન તેંડુલકરનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂટ જો રવિવારે લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચમાં 125 રન બનાવવામાં સફળ થાય તો તે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો કોઈપણ એક વિશ્વ કપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ થશે. આ રીતે જો વિલિયમસન 126 રન બનાવે તો તે પણ આ રેકોર્ડ તોડી પોતાનું નામ સૂવર્ણ અક્ષરે લખાવવામાં સફળ થશે. 


કેન અને રૂટ સિવાય આઈસીસી વિશ્વ કપ-2019મા ત્રણ બેટ્સમેનો 600 રનના આંકડાને પાર કરી ગયા અને તેવું લાગી રહ્યું હતું કે સચિનનો આ 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે. પરંતુ તે ન બની શક્યું. હવે નજર કેન (548) અને રૂટ (549) પર છે, જે અત્યાર સુધી 600 રનનો આંકડો પાર કરી શક્યા નથી છતાં સચિનના રેકોર્ડની નજીક છે. આ વર્ષે ભારતના રોહિત શર્મા (648) અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (647) આ રેકોર્ડની નજીક પહોંચ્યા પરંતુ તે તેને પાર કરી શક્યા નથી. 5 સદી અને 1 અડધી સદી ફટકારનાર રોહિત આ રેકોર્ડથી 27 રન દૂર રહી હયો, જ્યારે 3 સદી અને 3 અડધી સદી ફટકારનાર વોર્નર 28 રન દૂર રહેતા સ્વદેશ પરત ફરી ગયા છે. 

100% સાચી પડી વૉનની ભવિષ્યવાણી, કહ્યું હતું- જે ભારતને હરાવશે, તે વિશ્વ ચેમ્પિયન બનશે


રોહિતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનલ મેચમાં સચિન દ્વારા સ્થાપિત આ રેકોર્ડને પાર કરવા માટે 28 રનની જરૂર હતી અને પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન તેણે જે રીતે બેટિંગ કરી હતી તેને જોતા લાગી રહ્યું હતું કે, તે સચિનના રેકોર્ડને તોડી દેશે. પરંતુ તે પોતાની છેલ્લી ઈનિંગમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ રીતે વોર્નર પણ પોતાની અંતિમ ઇનિંગમાં 9 રન બનાવી આઉટ થયો હતો. વોર્નર ઈંગ્લેન્ડ સામે સસ્તામાં આઉટ થયો અને તેની ટીમ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે CoA

સચિનની વાત કરીએ તો 2003મા આ મહાન બેટ્સમેને 11 મેચોની 11 ઈનિંગમાં 61.18ની એવરેજથી કુલ 673 રન બનાવ્યા હતા. તેમાં છ અડધી સદી અને એક સદી સામેલ હતી. સચિનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 152 રન રહ્યો હતો. સચિને વિશ્વ કપમાં છ સદી ફટકારી છે. પરંતુ રોહિતે આ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સચિનના નામે વિશ્વ કપ મુકાબલામાં કુલ 15 અડધી સદી છે, જે એક રેકોર્ડ છે.