100% સાચી પડી વૉનની ભવિષ્યવાણી, કહ્યું હતું- જે ભારતને હરાવશે, તે વિશ્વ ચેમ્પિયન બનશે

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંન્ને એવી ટીમ છે જેણે આઈસીસી વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાને પરાજય આપ્યો છે.
 

100% સાચી પડી વૉનની ભવિષ્યવાણી, કહ્યું હતું- જે ભારતને હરાવશે, તે વિશ્વ ચેમ્પિયન બનશે

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019ની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. યજમાન ઈંગ્લેન્ડ અને અંડરડોગ ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે નક્કી થઈ ગયું કે ફાઇનલમાં જે વિજેતા બને ક્રિકેટને એક નવો ચેમ્પિયન મળશે. આ સાથે માઇકલ વોનની ભવિષ્યવાણી પણ 100 ટકા સાચી સાબિત થઈ છે. ઈંગ્લેન્ડના આ પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, આ વિશ્વકપ તે જીતશે, જે ભારતને હરાવશે. સંયોગથી ભારત ટૂર્નામેન્ટમાં બે મેચ હાર્યું, જે બે ટીમોએ ભારતને હરાવ્યું, તે હવે ફાઇનલમાં આમને-સામને છે. ફાઇનલ રવિવાર (14 જુલાઈ)એ રમાશે. 

માઇકલ વોન આ દિવસોમાં એડમ ગિલક્રિસ્ટની સાથે ટ્વીટર વોર માટે ચર્ચામાં છે. તેણે ગુરૂવારે ઓસ્ટ્રેલિયાની હાર પર તેના બોલરોની મજાક ઉડાવી હતી. ત્યારબાદ ગિલક્રિસ્ટે તેને મૂર્ખ કહ્યો હતો. ગિલીએ ત્યાં સુધી કહ્યું કે, ફાઇનલમાં જેસન રોયની જગ્યાએ વોને ઓપનિંગ કરવી જોઈએ. પરંતુ આ તો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો વચ્ચે વર્ષો જૂના જંગનો ભાગ છે, જેને વધુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. 

michael vaughan

આ વિવાદથી હટીને તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે માઇકલ વોનની ભવિષ્યવાણી 100 ટકા સાબિત થવા જઈ રહી છે. તેમણે 27 જૂને સવારે 9.30 કલાકે એક ટ્વીટ કર્યું. વોને પોતાની પોસ્ટમાં લખ્યું, 'હું મારી આ વાત પર ટકી રહીશ. જે પણ ટીમ ભારતને હરાવસે તે વિશ્વ ચેમ્પિયન બનશે.' ભારતે 27 જૂને જ વેસ્ટ ઈન્ડિઝને 125 રનથી પરાજય આપ્યો હતો. 

માઇકલ વોને ઈંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર જીતના એક દિવસ બાદ પણ પોતાના જૂના ટ્વીટની યાદ અપાવી હતી. તેમણે એકવાર ફરી ટ્વીટ કર્યું, 'હું શરૂઆતથી કહી રહ્યો હતો. જે પણ ટીમ ભારતને હરાવશે. તે વિશ્વકપ જીતશે. મહત્વનું છે કે માઇકલ વોનનું આંતરરાષ્ટ્રીય કરિયર 9 વર્ષનું રહ્યું છે. આ દરમિયાન તેમણે 82 ટેસ્ટ, 86 વનડે અને બે ટી20 મેચ રમી હતી. તે ઈંગ્લેન્ડનો કેપ્ટન પણ રહ્યો છે.'

ક્રિકેટ ચાહકોને યાદ હશે કે ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં માત્ર એક મેચ હારી હતી. તેને ઈંગ્લેન્ડે 31 રને પરાજય આપ્યો હતો. ભઆરતને બીજી હાર સેમિફાઇનલમાં મળી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે તેને 18 રને હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news