નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ (joe Root) શ્રીલંકા વિરુદ્ધ (ENG vs SL) રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે. તે આગળ આવીને ટીમને લીડ કરી રહ્યો છે અને બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે સદી ફટકારી દીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી અને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારવાની સાથે તેણે પોતાના ટેસ્ટ કરિયરની 19મી સદી પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રૂટે બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ, સચિન તથા ફ્લેમિંગને પાછળ છોડ્યા
જો રૂટ (joe Root) એ આ સદીની મદદથી એક કમાલનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે વિદેશી કેપ્ટન તરીકે શ્રીલંકામાં સૌથી વધુ સદી ફટકારી છે. જો રૂટે ટેસ્ટ કેપ્ટન તરીકે શ્રીલંકામાં પોતાની ત્રીજી સદી ફટકારી અને વિરાટ કોહલી, સચિન તેંડુલકર તથા સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધા છે. વિરાટ, સચિન અને ફ્લેમિંગે કેપ્ટન તરીકે શ્રીલંકામાં બે-બે ટેસ્ટ સદી ફટકારી છે. હવે રૂટે ત્રણેયને પાછળ છોડી નવો રેકોર્ડ બનાવી લીધો છે. 


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં દમદાર પ્રદર્શન કરનાર આ છ યુવા ખેલાડીઓને ગિફ્ટમાં મળશે ગાડી, Anand Mahindra ની જાહેરાત  


શ્રીલંકામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિઝિટિંગ કેપ્ટન
3 - જો રૂટ


2 - વિરાટ કોહલી


2 - સચિન તેંડુલકર


2 - સ્ટીફન ફ્લેમિંગ


જો રૂટે પોતાની આ ઈનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 15,000 રન પણ પૂરા કરી લીધા છે. જો રૂટે પોતાની પ્રથમ ઈનિંગમાં 139 બોલનો સામનો કરતા સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ફેબ ફોરની વાત કરીએ તો પોતાના ઘરની બહાર વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી સૌથી ઉપર છે. વિરાટે વિદેશમાં કુલ 14 સદી ફટકારી છે, તો સ્મિથ 13 સદી સાથે બીજા સ્થાને છે. 11 સદીની સાથે કેન વિલિયમસન ત્રીજા અને 8 સદી સાથે રૂટ ચોથા સ્થાને છે. 


આ પણ વાંચોઃ BCCIના સખત પગલાં, હવે ખેલાડીઓએ આપવી પડશે આ Tough Test


જો રૂટે પોતાના ટેસ્ટ કરિયરની 99મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી અને તેની પહેલા ટેસ્ટ કરિયરની 99મી મેચમાં સદી ફટકારનાર ખેલાડી સચિન તેંડુલકર, બ્રાયન લારા, સૌરવ ગાંગુલી તથા સુનીલ ગાવસકર છે. ઈંગ્લેન્ડ તરફથી પોતાના ટેસ્ટ કરિયરની 99મી મેચમાં સૌથી વધુ સ્કોર કેવિન પીટરસનનો હતો, તેણે 62 રન બનાવ્યા હતા. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube