ઓસ્ટ્રેલિયામાં દમદાર પ્રદર્શન કરનાર આ છ યુવા ખેલાડીઓને ગિફ્ટમાં મળશે ગાડી, Anand Mahindra ની જાહેરાત
Anand Mahindra Announces Thar SUV Six Youngsters: કાર બનાવનારી કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર છ યુવા ખેલાડીઓને કાર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ AUS vs IDN: ભારતીય ટીમ તરફથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર છ યુવા ખેલાડીઓને દેશના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ ગાડી ભેટ આપવાની જાહેરાત કરી છે. જે ભારતીય ખેલાડીઓને તેમના તરફથી ગાડી આપવામાં આવશે તેમાં મોહમ્મદ સિરાજ (Mohammed Siraj), શુભમન ગિલ (Shubhaman Gill), ટી નટરાજન (T Natrajan), વોશિંગટન સુંદર (Washington Shundar), શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને નવદીપ સૈની (Navdeep Saini) સામેલ છે. આ તમામ ખેલાડીઓને આનંદ મહિન્દ્રા તરફથી થાર-એસયૂપી ગાડી ભેટ આપવામાં આવશે. તેની જાહેરાત મહિન્દ્રાએ ટ્વિટર પર કરી છે.
આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરતા લખ્યુ, 'છ ભારતીય યુવા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં મળેલી ઐતિહાસિક જીત દરમિયાન પર્દાપણ કર્યુ. પરંતુ તેમાં શાર્દુલ પહેલા ટેસ્ટ રમી ચુક્યો હતો.' મહિન્દ્રાએ આગળ લખ્યુ કે, 'જો યુવાનો સપના જુએ તો કંઈ મુશ્કેલ નથી અને તેમણે આપણને આગળનો રસ્તો દેખાડ્યો. તેમણે કહ્યું કે, તેમણે આપણને જીવનમાં નવી શીખ આપી અને વ્યક્તિગત રૂપે હું આ જીતથી ખુબ ખુશ છું.' આ જીત બાદ તેને ભેટમાં ગાડીઓ આપુ છું અને તે માટે તેણે કંપનીને કોઈ રકમ ચુકવવી પડશે નહીં.
Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr
— anand mahindra (@anandmahindra) January 23, 2021
Theirs are true ‘Rise’ stories; overcoming daunting odds in the pursuit of excellence. They serve as an inspiration in all arenas of life. It gives me great personal pleasure to gift each of these debutants an All New THAR SUV on my own account—at no expense to the company. (2/3) pic.twitter.com/5aiHSbOAl1
— anand mahindra (@anandmahindra) January 23, 2021
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (AUS vs IND) ટેસ્ટ સિરીઝ દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈને રમી શક્યા નહીં. આ કારણે યુવા ખેલાડીઓને પર્દાપણ કરવાની તક મળી હતી. શુભમન ગિલે 3 ટેસ્ટ મેચમાં 259 રન બનાવ્યા, તો સિરાજ આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ (13) ઝડપનાર બોલર રહ્યો હતો. વોશિંગટન સુંદરે પણ એક મેચમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું. ભારતે રહાણેની આગેવાનીમાં આ ટેસ્ટ સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે