લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટનું કહેવું છે કે ભારત વિરુદ્ધ શ્રેણીમાં 2-0ની લીડથી તેની ટીમ અહંકારી નહીં થાય કારણ કે તેનું સપનું શ્રેણી 5-0થી જીતવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ ઈનિંગ અને 159 રનથી વિજય મેળવ્યો. બંન્ને ટીમો વચ્ચે હજુ ત્રણ મેચ રમાશેય 


કેપ્ટન જો રૂટે કહ્યું, અમે 2-0ની લીડ મેળવીને સારૂ મંચ તૈયાર કર્યું છે. પરંતુ ભારત જેવી મજબૂત ટીમ વિરુદ્ધ હજુ ત્રણ મેચ રમવાના બાકી છે અને અમારે તેમાં સારૂ પ્રદર્શન કરવાનું છે. 


રૂટે કહ્યું, નિશ્ચિત રૂપે આ શ્રેણી 5-0થી જીતવાનું સપનું હશે. તેના માટે જરૂરી છે કે અમે વધુ આત્મનિર્ભર કે અહંકારી ન બની જઈએ. અમારે આગળ વધવું પડશે. હજુ આ શ્રેણી સમાપ્ત થઈ નથી કારણ કે હજુ લાંબી મંજીલ કાપવાની છે. 


ખુબ પ્રભાવી બોલિંગ કરનારા જેમ્સ એન્ડરસનની પ્રશંસા કરતા રૂટે કહ્યું કે ફાસ્ટ બોલર વિશેષ છે જે ઉંમર વધવાની સાથે શાનદાર થતો જાય છે. લોર્ડ્સમાં 36 વર્ષીય એન્ડરસને આ મેચ દરમિયાન 100 વિકટનો આંક પાર કરવામાં સફળ રહ્યો. 


એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ફાસ્ટ બોલરના રૂપમાં ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડવાની નજીક છે. એન્ડરસનના નામ પર 553 વિકેટ નોંધાયેલી છે જે ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર કરતા ઓછી છે.