ICC Test Rankings: જો રૂટે લગાવી લાંબી છલાંગ, સ્મિથ અને વિલિયમસનને થયું નુકસાન
ICC Test Rankings માં ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટે લાંબી છલાંગ લગાવી છે. તેણે ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ અને કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.
દુબઈઃ ઈંગ્લેન્ડની ટીમના બેટર જો રૂટનો જલવો ફરી જોવા મળી રહ્યો છે. જો રૂટે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. જો રૂટે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે. રૂટ હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-2 બેટર બની ગયો છે. જ્યારે પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન છે.
જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન
ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જો રૂટે 10 હજાર રન પૂરા કર્યાં હતા. આ મેચમાં જો રૂટે ટેસ્ટ કરિયરની 26મી સદી ફટકારતા ઈંગ્લેન્ડને પાંચ વિકેટે શાનદાર જીત અપાવી હતી. તે સિરીઝ પહેલાં ચોથા સ્થાને હતો પરંતુ હવે બે સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે બીજા ક્રમે રહેલો સ્ટીવ સ્મિથ એક સ્થાનના નુકસાન સાથે ત્રીજા સ્થાને અને કેન વિલિયમસન બે સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. ચોથા સ્થાને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે.
મિતાલી રાજે ચાહકોને આપ્યો સૌથી મોટો ઝટકો, અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube