Mithali Raj: મિતાલી રાજે ચાહકોને આપ્યો સૌથી મોટો ઝટકો, અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
Mithali Raj Announced Retirement: મિતાલી રાજે 1999માં આયર્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેનું બેટ રન બનાવી રહ્યું છે. તેઓ ODI ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી છે. ODI ક્રિકેટમાં તેના નામે 7 સદી છે.
Trending Photos
Mithali Raj Announced Retirement: ભારતની દિગ્ગજ બેટ્સમેન મિતાલી રાજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂકી છે. ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને ODI ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમના નામે ઘણા રેકોર્ડ છે, તેમણે ભારતીય ‘મહિલા ક્રિકેટનો સચિન તેંડુલકર’ કહેવામાં આવે છે.
મિતાલી રાજે 1999માં આયર્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેનું બેટ રન બનાવી રહ્યું છે. તેઓ ODI ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી છે. ODI ક્રિકેટમાં તેના નામે 7 સદી છે. જ્યારે, T20 ક્રિકેટમાં 2364 રન બનાવ્યા છે. તેમની બેટિંગ જોઈને સૌથી મોટા બેટ્સમેન દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. જ્યારે તેઓ ક્રિઝ પર હોય ત્યારે ભારતીય ટીમની જીત નિશ્ચિત હોય છે.
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u
— Mithali Raj (@M_Raj03) June 8, 2022
નોંધનીય છે કે, ભારતની સ્ટાર બેટ્સમેન મિતાલી રાજે પોતાની રમતથી પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ રમતગમત તેનો પ્રથમ પ્રેમ ન હતો. પિતાના આગ્રહથી મિતાલી રાજ ક્રિકેટર બની હતી. તેને ડાન્સ કરવાનું ગમતું. તે બાળપણથી જ ડાન્સર બનવા માંગતી હતી. તેણે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે. મિતાલીના ભાઈ અને પિતા પણ ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે. મિતાલી રાજને બાળપણથી જ ડાન્સ જોવાનો અને કરવાનો શોખ હતો. ડાન્સ તેનો પહેલો પ્રેમ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે