લંડનઃ ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને આશા છે કે ભારત વિરુદ્ધ બુધવારથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન તે વિરાટ કોહલી પાસેથી પ્રેરણા લેશે અને આઈપીએલના પોતાના અનુભવનો ઉપયોગ કરવામાં સફળ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બટલરે ઓવલમાં પત્રકારોને કહ્યું, વિરાટ કોહલી ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે. તેને જોઈને તમને હંમેશા ટોંચ પર રહેવાની માનસિકતાનો ખ્યાલ આવે છે. લાગે છે કે, તે વધુ સમયે યોગ્ય નિર્ણય કરે છે અને તે કૌશલ છે. 


બટલરે કહ્યું, સફળતાની ભૂખથી દરરોજ આમ કરવું સંભવ છે. આ  ટોંચના ખેલાડીઓમાં આ ભૂખ વાસ્તવમાં પોતાની ચમક દેખાઇ છે. 


આઈપીએલની આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફતી 548 રન બનાવનાર બટલરે કહ્યું, આઈપીએલમાં મેં જે મહત્વની વાત શીખી તે છે કે, સવ્રશ્રેષ્ઠ ખેલાડી સફળતા હાસિલ કરવા માટે શું કરે છે અને અંતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી કેમ છે. 


તેમણે કહ્યું, તેની માનસિકતા ભિન્ન હોય છે. તે દરેક મેચમાં જીતની માનસિકતાની સાથે ઉતરે છે અને સતત તેમ કરે છે. હું આ ખેલાડીઓના અભ્યાસની રીત અન મેચમાં દબાણના ક્ષણોમાં તેની રમથી ઘણું શિખ્યો. 


આઈપીએલમાં શાનદાર સફળતા બાદ બટલરે ટેસ્ટ ક્રિકેટમાં સારી વાપસી કરી અને પાકિસ્તાન વિરુદ્ધ 1-1થી ડ્રો થયેલી શ્રેણીમાં સતત બે અર્ધસદી ફટકારી હતી. 


બટલરનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 85 રન છે જે તેણે ચાર વર્ષ પહેલા ભારત વિરુદ્ધ ડેબ્યૂ મેચમાં બનાવ્યા હતા અને એજબેસ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થનારી શ્રેણીમાં તે પોતાની પ્રથમ સદી ફટકારવા માટે પ્રતિબદ્ધ છે. બટલરે કહ્યું, આ મારૂ લક્ષ્ય છે. હું આ સિદ્ધિ મેળવવાનું પસંદ કરીશ. ભારત વિરુદ્ધ મારી સારી યાદો જોડાયેલી છે. 


કોહલી આઈપીએલમાં બેંગલુરૂમાં મોઇન અલી અને ક્રિસ વોક્સનો કેપ્ટન હતો, પરંતુ બટલરનું માનવું છે કે, શ્રેણી દરમિયાન મેદાન પર દરેક પ્રકારની દોસ્તી ભૂલાવી દેવામાં આવશે. 


બટલરે કહ્યું, તેની ટીમમાં કેટલાક ખેલાડીઓ છે, જેની સાથે હું રમ્યો છું. નિશ્ચિત રીતે તમારી તેની સાથે મિત્રતા છે, પરંતુ મેદાન પર લાગે છે કે, તેને ભુલાવી દેવામાં આવશે અને દરેક કોઇ વિરોધી હશે.