નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડા આઈપીએલ-2020મા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. રબાડા સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને સીએસકે વિરુદ્ધ લીગની 34મી મેચમાં પણ તેણે ધારદાર બોલિંગ કરી હતી. પોતાની આ બોલિંગના દમ પર તેણે આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે. એટલું જ નહીં દિલ્હી માટે 50 વિકેટ ઝડપનાર પ્રથમ વિદેશી બોલર પણ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રબાડાએ જ્યારે સીએસકેના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને આઉટ કર્યો તો આ લીગમાં સૌથી ઓછી મેચમાં 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. આતો રહ્યો પ્રથમ રેકોર્ડ અને બીજો રેકોર્ડ તેનો તે રહ્યો કે આ લીગમાં સૌથી ઓછા બોલ પર 50 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. એટલે કે રબાડાએ આઈપીએલમાં સૌથી ઓછી મેચો અને સૌથી ઓછા બોલ પર સૌથી ઝડપી 50 વિકેટની સિદ્ધિ મેળવી છે. 


આઈપીએલમાં સૌથી ઓછી મેચોમાં 50 વિકેટ ઝડપવાના મામલામાં તેણે સુનીલ નરેનને પાછળ છોડી દીધો છે. સુનીલ નરેને આ કમાલ લીગની 32 મેચોમાં કર્યો હતો અને તે પ્રથમ સ્થાને હતો. હવે રબાડાએ તેને પાછળ છોડી દીધો છે. રબાડાએ 27 મેચોમાં 50 વિકેટ પૂરી કરી છે. આઈપીએલમાં સૌથી ઓછી મેચોમાં 50 વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર લસિથ મલિંહા છે. મલિંગાએ 33 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 


આઈપીએલમાં સૌથી ઓછી મેચોમાં 50  વિકેટ ઝડપનાર ટોપ 6 બોલર


RRvsRCB: દુબઈમાં ડિવિલિયર્સનું તોફાન, બેંગલોરે રાજસ્થાનને 7 વિકેટે આપ્યો પરાજય


27 મેચ - કગિસો રબાડા


32 મેચ- સુનીલ નારાયણ


33 મેચ - લસિથ મલિંગા


35 મેચ - ઇમરાન તાહિર


36 મેચ- મિશેલ મેક્લેગન


37 મેચ - અમિત મિશ્રા


આઈપીએલમાં સૌથી ઓછા બોલ પર 50 વિકેટ ઝડપવાની વાત કરીએ તો રબાડાએ આ લીગમાં પોતાના 616મા બોલ પર 50 વિકેટ ઝડપી જ્યારે તેની પહેલા મલિંગાએ 749મા બોલ પર 50મી વિકેટ લીધી હતી. ત્રીજા નંબર પર રહેલા સુનીલ નરેને 760ના બોલ પર આ કમાલ કર્યો હતો. 


આઈપીએલમાં સૌથી ઓછા બોલ પર 50 વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર


616 બોલમાં- કગિસો રબાડા


749 બોલ- લસિથ મલિંગા


760 બોલમાં- સુનીલ નારાયણ


766 બોલ- ઇમરાન તાહિર


797 બોલ- મોહિત શર્મા


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર