નવી દિલ્હીઃ આઈપીએલ (IPL)ની 13મી સીઝન શરૂ થઈ નથી અને સતત ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ  (Chennai Super Kings) સ્ટાફના 13 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો તો અનુભવી ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) આઈપીએલ છોડીને સ્વદેશ પરત આવી ગયો, હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઝટકો લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીનો સ્ટાર બોલર કેન રિચર્ડસન (Kane Richardson) આઈપીએલની આ સીઝનમાં રમશે નહીં. હકીકતમાં રિચર્ડસન જલદી પિતા બનવાનો છે અને તે ઈચ્છે છે કે પરિવારની સાથે સમય પસાર કરે. આ કારણ છે કે તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. આરસીબીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. વિરાટ કોહલીની ટીમમાં હવે રિચર્ડસનના સ્થાને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાને સામેલ કરવામાં આવ્યો છે. 


આ પાંચ ક્રિકેટરોને IPLના રસ્તે મળી છે ટીમ ઈન્ડિયાની ટિકિટ


મહત્વનું છે કે ઝમ્પાને હરાજીમાં કોઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. તેની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા હતા. તો રિચર્ડસનને હરાજીમાં ફ્રેન્ચાઇઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આને બીજી રીતે જોવામાં આવે તો ઝમ્પા ટીમમાં આવવાથી આરસીબીના સ્પિન વિભાગને મજબૂતી મળી છે. યુજવેન્દ્ર ચહલ, મોઇન અલી અને પવિન નેગી જેવા બોલર ટીમની સાથે છે. ઝમ્પા ટીમ સાથે જોડાયો નથી. આરસીબીએ પોતાનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તો ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી જલદી ટીમ સાથે જોડાવાનો છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર