પૂર્વ દિગ્ગજ માર્ટિન ક્રોનું અધુરૂ સપનું હવે Kane Williamson એ કર્યું પૂરુ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાની સાથે પૂર્વ કીવી બેટ્સમેન માર્ટિન ક્રોનું આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનું સપનું પૂરુ કરી દીધું.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) એ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નું ટાઇટલ જીતવાની સાથે પૂર્વ કીવી બેટ્સમેન માર્ટિન ક્રો (Martin Crowe) નું આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનું સપનું પૂરુ કરી દીધું છે. સતત બે વિશ્વકપ ફાઇનલમાં હાર્યા બાદ હવે ન્યૂઝીલેન્ડની ટીમને સફળતા મળી છે.
માર્ટિન ક્રોનું હતુ સપનું
2015 વનડે વિશ્વકપ ફાઇનલ દરમિયાન બીમાર ક્રો (Martin Crowe) ઈચ્છતા હતા કે ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી. ન્યૂઝીલેન્ડે 2000માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ન્યૂઝીલેન્ડ 2015ના વિશ્વકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે હારી ગઈ હતી. તેના એક વર્ષ બાદ ક્રોનું નિધન થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડ ત્યારબાદ 2019 વિશ્વકપના ફાઇનલમાં બાઉન્ડ્રી કાઉન્ટના નિયમના આધારે ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.
WTC ફાઇનલમાં કારમા પરાજય બાદ કોચ શાસ્ત્રીનું પ્રથમ નિવેદન આવ્યું સામે, ન્યૂઝીલેન્ડ માટે કહી આ વાત
વિલિયમસન માટે ખાસ પળ
વિલિયમસન (Kane Williamson) એ મેચ બાદ કહ્યુ, આ ખુબ વિશેષ અસવર છે અને શાનદાર અનુભવ છે. અમે આ પહેલા પણ ઘણીવાર ફાઇનલમાં પહોંચ્યા હતા. 2015માં એકતરફી મુકાબલામાં હારી ગયા જ્યારે 2019નો મુકાબલો રસપ્રદ હતો. પરંતુ આ અનુભવ તેનાથી અલગ છે જે શાનદાર છે. 2019નો અવસર સારો હતો અને શાનદાર ક્રિકેટની રમત થઈ. પરંતુ તે અલગ અનુભવ હતો. પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવું ખુબ સારો અનુભવ છે.
ભારતને માનવામાં આવતું હતું દાવેદાર
ફાઇનલ પહેલા ભારત આ ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, કારણ કે તેણે વિદેશમાં સારી સિરીઝ જીતી હતી. વિલિયમસને કહ્યુ- મારો ખ્યાલથી અમારા માટે તે જાણવુ જરૂરી છે કે ટીમમાં હંમેશા સ્ટાર ખેલાડી ન રહી શકે. અમે દરેક મેચમાં બધુ આપ્યું અને સ્પર્ધાત્મક બની રહ્યાં. અમારા માટે તે જરૂરી હતું કે અમે અમારી ક્રિકેટની સ્ટાઇલ પર પ્રતિબદ્ધ રહીએ અને અમે તેમ કરી શક્યા. અમને ખ્યાલ છે કે ભારતીય ટીમ કેટલી મજબૂત છે. અમે લાંબા સમય સુધી તે જોયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube