WTC ફાઇનલમાં કારમા પરાજય બાદ કોચ શાસ્ત્રીનું પ્રથમ નિવેદન આવ્યું સામે, ન્યૂઝીલેન્ડ માટે કહી આ વાત
વિરાટ કોગલીની ટીમ એકવાર ફરી મોટુ ટાઇટલ જીતવાની નજીક આવી ચુકી ગઈ. કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ એકપણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
Trending Photos
સાઉથમ્પ્ટનઃ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ગુરૂવારે સ્વીકાર કર્યો કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final) ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સારી ટીમ હતી. ભારતે ખરાબ બેટિંગ બાદ ફાઇનલમાં આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો, આ સાથે વિરાટ કોહલીની ટીમ એકવાર ફરી મોટું ટાઇટલ જીતવાની નજીક પહોંચી ચુકી ગઈ હતી.
કોહલીની આગેવાનીમાં ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું કોઈ ટાઈટલ જીતી શક્યું નથી. ફાઇનલમાં ભારતીય બન્ને ઈનિંગમાં 217 અને 170 રન બનાવી શકી.
Better team won in the conditions. Deserved winners after the longest wait for a World Title. Classic example of Big things don't come easy. Well played, New Zealand. Respect.
— Ravi Shastri (@RaviShastriOfc) June 24, 2021
શાસ્ત્રીએ ફાઇનલના એક દિવસ બાદ ટ્વિટર પર લખ્યુ- સ્થિતિને જોતા સારી ટીમ જીતી. વિશ્વ ટાઇટલની સૌથી લાંબી રાહ જોયા બાદ તે જીતની હકદાર હતી. આ ઉદાહરણ છે કે મોટી વસ્તુ સરળતાથી મળતી નથી. શાનદાર રમત દેખાડી, ન્યૂઝીલેન્ડ. સન્માન.
બુધવાર પહેલા ન્યૂઝીલેન્ડે પોતાનું એકમાત્ર આઈસીસી ટાઇટલ 2000માં જીત્યુ હતું. ન્યૂઝીલેન્ડની ટીમ આ પહેલા 2015 અને 2019ના વિશ્વકપ ફાઇનલમાં હારી હતી. ફાઇનલ મુકાબલે પહેલા ભારતીય કોચ શાસ્ત્રીએ સૂચન કર્યુ હતું કે ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બેસ્ટ ઓફ થ્રી મેચોની સિરીઝ હોવી જોઈએ. બુધવારે કોહલીએ પણ આ સૂચનનું સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે