એડિલેડઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા (AUS vs SL) વચ્ચે એડિલેડમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ કસુન રંજીથા કંઇક અલગ રીતે યાદ રાખશે. રંજીતાએ આ મેચમાં 4 ઓવરમાં 75 રન આપ્યા હતા. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ટર્કીના તુનાહન તુરનના નામે હતો. તુરને આ વર્ષે ઓગસ્ટમાં ચેક રિપબ્લિક વિરુદ્ધ ચાર ઓવરમાં 70 રન આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંજીથાની ચાર ઓવરમાં 13 બાઉન્ડ્રી લાગી હતી. તેના સ્પેલમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રંજીથા માટે બોલિંગની શરૂઆત સારી ન રહી. તેણે પોતાની પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે તેની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. 


તેની બીજી ઓવર પણ મોંઘી રહી હતી. ડેવિડ વોર્નરે તેના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ બોલ નો-બોલ હતો અને ફ્રી હિટ પર વોર્નરે છગ્ગો ફટકાર્યો હતો. તેની ઓવરનાં પાંચમાં બોલે ફિન્ચે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 20 રન બન્યા હતા. 


ત્રીજી ઓવરમાં પણ ભાગ્યએ તેનો સાથ ન આપ્યો. તેની ઓવરના બીજા બોલ રપ ફિન્ચે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રણ બોલ પર વોર્નરે બે છગ્ગા અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 22 રન બન્યા હતા. 

T20: વોર્નરે જન્મદિવસ પર ફટકારી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 134 રને હરાવ્યું


તેના બોલ પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફટકાબાજી કરી રહ્યાં હતા પરંતુ તેને કોટા પૂરો કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. ઈનિંગની 18મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા રંજીથાએ 18 રન આપ્યા હતા. વોર્નરે આ ઓવરમાં એક ચોગ્ગો તો મેક્સવેલે બે છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે આ મેચમાં સદી ફટકારી જે તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. આ સિવાય ફિન્સે 64 અને મેક્સવેલે 62 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા જેના જવામાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 99 રન બનાવી શકી હતી.