T20: વોર્નરે જન્મદિવસ પર ફટકારી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 134 રને હરાવ્યું

વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 28 બોલ પર 62 અને કેપ્ટન ફિન્ચે 36 બોલ પર 64 રનનું યોગદાન આપ્યું હતું.

T20: વોર્નરે જન્મદિવસ પર ફટકારી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 134 રને હરાવ્યું

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે (david warner) શ્રીલંકા વિરુદ્ધ (AUS vs SL) રવિવારે એડિલેડમાં રમાયેલી  પ્રથમ ટી20 (T20) મેચમાં સદી ફટકારી હતી. તેણે ત્રણ ટી20 મેચોની સિરીઝના પ્રથમ મેચમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વો્નરે 56 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે 20 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ટી20 રમવા મેદાનમાં ઉતર્યો હતો. તેણે છેલ્લી ટી20 મેચ 21 ફેબ્રુઆરી 2018ના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. વોર્નરની આંતરરાષ્ટ્રીય ટી20મા આ પ્રથમ સદી છે. સંયોગથી તેણે આ સદી પોતાના 33મા જન્મદિવસ પર ફટકારી છે. 

વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 28 બોલ પર 62 અને કેપ્ટન ફિન્ચે 36 બોલ પર 64 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ પર 99 રન બનાવી શકી હતી. તેના માટે દસુન સનાકાએ 17 અને કુશલ પરેરાએ 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી. 

They restrict Sri Lanka to 99/9 to set up a massive 134-run victory in the first #AUSvSL clash.

— ICC (@ICC) October 27, 2019

વોર્નર ટી20મા સદી ફટકારનાર ચોથો ઓસ્ટ્રેલિયન
વોર્નર ઓસ્ટ્રેલિયા માટે ટી20મા સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ગ્લેન મેક્સવેલ (3 સદી), એરોન ફિન્ચ (2 સદી) અને શેન વોટસન (1 સદી) આ સિદ્ધી મેળવી ચુક્યા છે. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ મેક્સવેલ અને વોર્નરે બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. 

બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પ્રથમ વખત ટી20 રમ્યો વોર્નર
વોર્નર પાછલા વર્ષે આફ્રિકા વિરુદ્ધ માર્ચમાં ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયો હતો. તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. વોર્નરે વિશ્વકપથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે ટૂર્નામેન્ટમાં 647 રન બનાવ્યા હતા. ત્યારબાદ રમાયેલી એશિઝ સિરીઝમાં વોર્નર 10 ઈનિંગમાં માત્ર 95 રન બનાવી શક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news