અબૂ ધાબી: આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં રોયલ્સ માટે આ જીત ટૂર્નામેન્ટમાં રહેવા માટે ખુબજ મહત્વની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન તરફથી ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે શાનદાર ગેમ રમી 50 રનની તોફીની ઇનિગ્સની સાથે 1 વિકેટ પણ પોતાના નામ કરી હતી. આ પહેલા કિંગ્સ ઇલેવન તરફથી 186 રનનો ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.3 ઓવરમાં 186-3 રનનો સ્કોર બનાવી જીત હાંસલ કરી છે. બીજી બાજુ પંજાબ તરફથી યૂનિવર્સ બોસ ક્રિસ ગેલે વિસ્ફોટક અંદાજમાં 99 રન બનાવ્યા હતા.


રોયલ્સની પ્લેઓફમાં પહોંચવાની આશા યથાવત
આ મેચમાં પંજાબને હરાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સની પાસે હવે પ્લેઓફમાં પહોંચવાની આશા દેખાઈ રહી છે.


અર્ધસદીથી ચુક્યો સેમસન
શાનદાર બેટિંગ કરી રહેલા સંજુ સેમસન 48 રન બનાવીને રન આઉટ થયો.


ઉથપ્પા થયો આઉટ
રોયલ્સનો રોબિન ઉથપ્પા 30 રન બનાવી મુરુગન અશ્વિનની બોલ પર કેચ આઉટ થયો.


ફિફ્ટી બનાવી આઉટ થયો સ્ટોક્સ
બેન સ્ટોક્સે આ મેચમાં 26 બોલમાં 50 રન બનાવ્યા. પંજાબના ક્રિસ જોર્ડને સ્ટોક્સને આઉટ કર્યો.


સ્ટોક્સે માર્યા ચોગ્ગા અને છગ્ગા
જીવનદાન મળ્યા બાદ સ્ટોક્સે પંજાબના બોલર્સ પર આક્રમક બેટિંગ કરતા ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા.


સ્ટોક્સને મળ્યું જીવન દાન
ઈનિંગ્સની બીજી ઓવરમાં જ મોહમ્મદ શમીના બોલ પર મેક્સવેલે બેન સ્ટોક્સનો 12 રન પર કેચ છોડ્યો હતો.


રોયલ્સની ઈનિંગ્સની શરૂઆત
186 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ઇનિગ્સ શરૂ થઈ ગઈ છે. ટીમના ઓપનિંગ બેસ્ટમેન મેદાન પર હાજર.


કિંગ્સ ઇલેવને બનાવ્યો મજબૂત સ્કોર
પંજાબની ટીમે ટોસ હારી શાનદાર પ્રદર્શન દેખાડતા રાજસ્થાન રોયલ્સની સામે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 185 રનનો મજબૂત સ્કોર બનાવ્યો છે.


સદી ચૂકી ગયો ગેલ
ઇનિંગ્સની અંતિમ ક્ષણોમાં ક્રિસ ગેલ 63 બોલમાં 99 રનની ધમાકેદાર બેટિંગ રમી આઉટ થયો. આ ઇનિંગ્સ દરમિયન ગેલે 6 ચોગ્ગા અને 8 છક્કા માર્યા.


ગેલ પુરી કરી ટી-20માં 1000 સિક્સ
યુનિવર્સ બોસ તરીકે જાણીતા, ક્રિસ ગેઈલે તેની ટી-20 કારકિર્દીમાં ઇનિંગ્સની 19મી ઓવરમાં 7મી સિક્સર ફટકારીને 1000 સિક્સર પૂર્ણ કરી.


પુરણની તોફાની ઇનિંગ્સ પૂરી
નિકોલસ પૂરણે આ મેચમાં 10 બોલમાં તોફાની બેટિંગ કરી રન બનાવ્યા અને બેન સ્ટોક્સના બોલ પર કેચ આઉટ થયો.


અર્ધસધીથી ચુક્યો રાહુલ
કિંગ્સ ઇલેવનના કેપ્ટન કેએલ રાહુલ રાજસ્થાનની સામે અર્ધસદી ફટકારવાથી ચુકી ગયો અને 46 રન પર બેન સ્ટોક્સનો શિકાર બન્યો.


ગેલે મારી શાનદાર ફિફ્ટી
પંજાબના ક્રિસ ગેલે આ મેચમાં 35 બોલમાં તેના આઇપીએલ કરિયરની 31મી અને આ સીઝનની ત્રીજી ફિફ્ટી મારી છે.


પાવરપ્લેમાં પંજાબનો પાવરફુલ ગેમ ઓન
પહેલી વિકેટ ગુમાવ્યા બાદ ક્રિસ ગેલ અને કેએલ રાહુલે પંજાબને પાવરપ્લેમાં શાનદાર શરૂઆત કરી અને 6 ઓવરમાં 53-1 રનનો સ્કોર બનાવ્યો છે.


ક્રિસ ગેલનો છૂટ્યો કેસ
કિંગ્સ ઇલેવનનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો 10 રન પર રાજસ્થાનના રિયાન પરાગે વરૂણ એરોન પર કેચ છોડી જીવનદાન આપ્યું.


આર્ચરના બાઉંસર પર આઉટ મંદીપ
પંજાબના ઓપનર મંદીપ સિંહ આ મેચમાં પહેલી જ બોલ પર ખાતું ખોલ્યા વગર જોફ્રા આર્ચરના બાઉંસર પર કેચ આઉટ થયો.


કિંગ્સ ઇલેવનની ઇનિંગ્સ શરૂ
ટોસ હારી પહેલા બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબની ઇનિંગ્સ શરૂ થઇ ગઇ છે. ટીમના ઓપનિંગ બેસ્ટમેન મેદાન પર હાજર.


બંને ટીમ આ પ્રકારે છે-


કિંગ્સ ઇલેવન પંજાબ (Kings Eleven Punjab Team): કેએલ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેલ, મનદીપ સિંઘ, નિકોલસ પૂરણ, ગ્લેન મેક્સવેલ, દિપક હૂડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.


રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals Team): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, શ્રેયસ ગોપાલ, વરૂણ એરોન, કાર્તિક ત્યાગી અને જોફ્રા આર્ચર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube